મને હંમેશાં ભારત અને ઓસ્ટ્રેલિયા સામે રમવાનો આનંદ મળ્યો છે..
પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ વર્ષ 2016 માં ક્રિકેટને અલવિદા કહ્યું ત્યારથી ઘણી વાર તેના નિવેદનોને કારણે તે હમેશા ચર્ચામાં રહે છે. આ એપિસોડમાં આફ્રિદીએ ફરી એકવાર ભારત વિશે આવું નિવેદન આપ્યું છે, જેના કારણે તે ચર્ચામાં રહશે. આફ્રિદીએ કહ્યું કે અમે ભારતને ઘણી વખત ખરાબ રીતે પરાજિત કર્યું છે. અમે તેમને એટલી હરાવ્યું છે કે મેચ પછી તેઓ અમારી પાસે માફી માંગતા હતા.
આફ્રિદીએ ક્રિક કાસ્ટ યુટ્યુબ શોમાં કહ્યું, ‘અમને હંમેશાં ભારત સામે રમવાનું પસંદ હતું. અમે તેમને ઘણી વખત ખરાબ રીતે પછાડ્યા છે. અમે તેમને એટલી હરાવ્યું છે કે મેચ પછી તેઓ અમારી પાસે માફી માંગતા હતા.
તેમણે વધુમાં કહ્યું કે મને હંમેશાં ભારત અને ઓસ્ટ્રેલિયા સામે રમવાનો આનંદ મળ્યો છે. પરંતુ ભારતીય ટીમ ઘણી સારી છે. તેમની પરિસ્થિતિમાં રમવું અને પ્રદર્શન કરવું એ એક મોટી બાબત છે.
આફ્રિદીએ આ ઇનિંગને યાદગાર ગણાવી હતી:
આફ્રિદીએ 1999 માં ચેન્નાઇમાં ભારત વિરૂદ્ધ રમાયેલી 141 રનની ઇનિંગને સૌથી યાદગાર ગણાવી હતી. તેણે કહ્યું, ‘1999 માં ચેન્નાઇમાં 141 રનની ઇનિંગ્સ મારા માટે સૌથી યાદગાર છે. પાકિસ્તાની ટીમ મેનેજમેન્ટે તે સમયે મને ભારત પ્રવાસ પર લઈ જવા માંગતા ન હતા, પરંતુ વસીમભાઇ અને તત્કાલીન મુખ્ય પસંદગીકારે મને ટેકો આપ્યો હતો. તે ખૂબ જ મુશ્કેલ પ્રવાસ હતો અને મારી ઇનિંગ્સ ખૂબ મહત્વની હતી.
નોંધનીય છે કે તાજેતરમાં જ આફ્રિદીએ ટ્વિટર પર તેના આખા પરિવારની કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપી હતી. આફ્રિદી પહેલા કોરોના પોઝિટિવ બન્યો, ત્યારબાદ તેની પત્ની અને પુત્રીઓ કોરોના પોઝિટિવની ખબર આવી હતી.