બાંગ્લાદેશનો સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસન ઘણા સંઘર્ષ બાદ ટીમ સાથે જોડાયો હતો પરંતુ હવે એવા સમાચાર છે કે તેણે ટીમ છોડી દીધી છે. હકીકતમાં તેના પરિવારમાં બનેલી અપ્રિય ઘટનાને કારણે તેણે આ નિર્ણય લેવો પડ્યો હતો.
શાકિબ હાલમાં દક્ષિણ આફ્રિકામાં હતો જ્યાં તેણે ODI શ્રેણીમાં મિશ્ર પ્રદર્શન કર્યું હતું. જાણવા મળ્યું છે કે શાકિબના પરિવારના સભ્યો બીમાર છે જેના કારણે તેને બાંગ્લાદેશ પરત ફરવું પડ્યું.
બાંગ્લાદેશ ક્રિકેટ ઓપરેશન કમિટીના અધ્યક્ષ જલાલ યુનુસે કહ્યું કે મારી શાકિબ સાથે વાત થઈ છે. તેના પરિવારના ઘણા સભ્યો બીમાર છે. જેમાં ત્રણેય બાળકોનો પણ સમાવેશ થાય છે. જ્યારે સ્થિતિ નિયંત્રણમાં હશે ત્યારે જ શાકિબ રમી શકશે.
જણાવી દઈએ કે બાંગ્લાદેશની ટીમ ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચની સીરીઝ રમવા માટે દક્ષિણ આફ્રિકા પહોંચી છે. સિરીઝની પ્રથમ મેચ બાંગ્લાદેશે જીતી હતી. ત્યાર બાદ બીજી વનડેમાં આફ્રિકાએ જોરદાર વાપસી કરી હતી. સિરીઝની ત્રીજી મેચ 23 માર્ચે રમાવાની છે.