LATEST

શેન વોર્નને આ દિવસે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે અંતિમ વિદાય આપવામાં આવશે

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિન બોલર શેન વોર્ન, જેણે તેની રમતની કારકિર્દીમાં કેટલીક શાનદાર ક્ષણોનો સાક્ષી બનાવ્યો હતો, તેને 30 માર્ચે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે જાહેર વિદાય આપવામાં આવશે.

વિક્ટોરિયા રાજ્યના પ્રીમિયર ડેનિયલ એન્ડ્રુઝે બુધવારે પુષ્ટિ કરી હતી કે વોર્નના સન્માનમાં MCG ખાતે રાજ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. શેન વોર્નનું 52 વર્ષની વયે ગયા અઠવાડિયે થાઈલેન્ડમાં હાર્ટ એટેકથી અવસાન થયું હતું. વોર્નના પરિવારે જણાવ્યું કે તે પહેલા તેઓ ખાનગીમાં અંતિમ સંસ્કાર કરશે.

એન્ડ્રુઝે બુધવારે ટ્વિટ કર્યું: “એમસીજી કરતાં શેન વોર્નને વિદાય આપવા માટે વિશ્વમાં કોઈ વધુ સારી જગ્યા નથી.” એમસીજીમાં જ વોર્ને 1994 એશિઝમાં હેટ્રિક ફટકારી હતી અને 2006માં તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય શ્રેણીની બોક્સિંગ ડે ટેસ્ટ દરમિયાન તે જ મેદાન પર 700મી ટેસ્ટ વિકેટ લીધી હતી. વોર્નનો જન્મ મેલબોર્નમાં થયો હતો અને અહીં જ મોટો થયો હતો. તેનો મૃતદેહ રવિવારે રાત્રે સુરત થાનીથી રાજધાની બેંગકોક પહોંચ્યો હતો જ્યાંથી તેને ઓસ્ટ્રેલિયા મોકલવાની તૈયારી ચાલી રહી છે.

થાઈલેન્ડ પોલીસે સોમવારે કહ્યું કે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર શેન વોર્નના પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર તેમનું મૃત્યુ કુદરતી કારણોસર થયું છે. પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરનો રિપોર્ટ વોર્નના પરિવાર અને ઓસ્ટ્રેલિયન એમ્બેસીને મોકલી દેવામાં આવ્યો છે, એમા નેશનલ પોલીસના ડેપ્યુટી પ્રવક્તા કિસાના પઠાનાચારોન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે વોર્નના પરિવારને કોઈ શંકા નથી કે તેનું મૃત્યુ કુદરતી કારણોસર થયું છે. જોકે, નિવેદનમાં મૃત્યુનું કારણ જણાવવામાં આવ્યું નથી.

Exit mobile version