LATEST

ધવન અને અય્યર કારથી 11 કલાકની મુસાફરી પછી જયપુર થી અમદાવાદ પહોંચ્યા

ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ મધ્યમાં છોડી દીધી હતી અને કારથી 11 કલાક પ્રવાસ કરવો પડ્યો હતો….

 

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હાલમાં-ટેસ્ટની શ્રેણી રમાઈ રહી છે. 4 માર્ચથી રમાનારી છેલ્લી ટેસ્ટ બાદ 12 માર્ચથી 5 ટી -20 મેચની શ્રેણી પણ રમવામાં આવશે. આ પાંચ ટી -20 મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.

ઇંગ્લેન્ડ સામેની ટી-૨૦ શ્રેણીની શરૂઆતમાં લગભગ 1 અઠવાડિયા બાકી હોવાથી ટી 20 શ્રેણી માટે પસંદ કરાયેલા તમામ ખેલાડીઓ અમદાવાદ પહોંચવા લાગ્યા છે. આ ખેલાડીઓની યાદીમાં શિખર ધવન અને શ્રેયસ અય્યરના નામ પણ શામેલ છે. આ બંને ખેલાડીઓ ટી -20 સિરીઝ માટે મંગળવારે અમદાવાદ પહોંચ્યા હતા.

જોકે, આ બંને ખેલાડીઓની અમદાવાદની યાત્રા ખૂબ લાંબી બની હતી, કારણ કે આ બંને ખેલાડીઓ કાર દ્વારા 11 કલાકની મુસાફરી પછી અમદાવાદ પહોંચ્યા હતા. શ્રેયસ અય્યરે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર શેર કરી હતી જેમાં ધવન અને તે કારમાં જોવા મળી શકે છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું કે, ’11 કલાક અમદાવાદ ડ્રાઈવ કરો, ચાલો જોઈએ કે આટલા લાંબા સમય સુધી આ સ્મિત ચહેરા પર રહે છે’.

આ સાથે ધવને અમદાવાદ પહોંચ્યા ત્યારે અય્યર સાથેની એક તસવીર પણ શેર કરી અને લખ્યું કે ફરી એક વખત ટીમ ઈન્ડિયા સાથે જોડાવાનું સારું લાગે છે. તમને જણાવી દઈએ કે આ બંને ખેલાડીઓ ઘરેલુ વન-ડે ટૂર્નામેન્ટમાં તેમની ટીમો માટે વિજય હઝારે ટ્રોફીમાં રમી રહ્યા હતા, પરંતુ ટી -20 સિરીઝ માટે બંનેએ ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ મધ્યમાં છોડી દીધી હતી અને કારથી 11 કલાક પ્રવાસ કરવો પડ્યો હતો.

Exit mobile version