આ મામલે રાજ કુંદ્રા સહિત 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે…
બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા ફરી એકવાર વિવાદોમાં ફસાયેલા છે. રાજસ્થાન રોયલ્સના પૂર્વ માલિક રાજ કુંદ્રાને અશ્લીલ ફિલ્મો બનાવવા બદલ મુંબઈ પોલીસે ધરપકડ કરી છે.
આ સમગ્ર મામલે માહિતી આપતા મુંબઈ પોલીસ કમિશનર હેમંત નાગરાલેએ જણાવ્યું હતું કે આ વર્ષે ફેબ્રુઆરીમાં મુંબઇ ક્રાઈમ બ્રાંચમાં અશ્લીલ ફિલ્મો બનાવવાનો કેસ નોંધવામાં આવ્યો હતો. એવી ફરિયાદ હતી કે કેટલીક એપ્સ દ્વારા પોર્ન મૂવીઝ બનાવવામાં આવી અને પ્રકાશિત કરવામાં આવી. હેમંત નાગરાલેએ કહ્યું કે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ રેકેટનો મુખ્ય કિંગપીન રાજ કુંદ્રા છે.
#WATCH | Actress Shilpa Shetty’s husband & businessman Raj Kundra appeared before the Property Cell of Mumbai Police’s Crime Branch, where he was arrested in a case relating to ‘creation of pornographic films & publishing them through some apps’ pic.twitter.com/mtlM4pYCc3
— ANI (@ANI) July 19, 2021
આ કેસમાં તપાસ ચાલી રહી છે અને આ મામલે રાજ કુંદ્રા સહિત 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા બોલીવુડ અભિનેત્રી શર્લિન ચોપડા અને પૂનમ પાંડેએ મહારાષ્ટ્ર સાયબર સેલને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે જેણે તેમને પોર્ન ઇન્ડસ્ટ્રીમાં લાવ્યો તે રાજ કુંદ્રા છે. રાજ કુંદ્રાએ દરેક પ્રોજેક્ટ માટે 30 લાખ રૂપિયા શેરલિન ચોપરાને આપ્યા હતા.
શર્લિન ચોપરાએ એમ પણ કહ્યું હતું કે તેણે રાજ કુન્દ્રા સાથે લગભગ 15 થી 20 આવા પ્રોજેક્ટ્સ કર્યા છે. આ પહેલીવાર નથી જ્યારે રાજ કુંદ્રા વિવાદોમાં ફસાયેલા છે, આ પહેલા રાજ કુંદ્રા પણ આઈપીએલના સ્પોટ ફિક્સિંગ વિવાદમાં ફસાયા છે. રાજ કુન્દ્રાને દિલ્હી પોલીસે સટ્ટાબાજીના આરોપમાં પકડ્યો હતો.
Businessman Raj Kundra has been arrested by the Crime Branch in a case relating to creation of pornographic films & publishing them through some apps. He appears to be the key conspirator. We have sufficient evidence regarding this: Mumbai Police Commissioner pic.twitter.com/LbtBfG4jJc
— ANI (@ANI) July 19, 2021
રાજ કુંદ્રાએ પોલીસ પૂછપરછ દરમિયાન કબૂલ્યું હતું કે તેણે પોતાની ટીમમાં દાવ લગાવ્યો હતો અને સટ્ટાબાજીમાં ઘણા પૈસા ગુમાવ્યા હતા. આ કૌભાંડ બાદ રાજ કુંદ્રા પર આઈપીએલથી આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને રાજસ્થાન રોયલ્સનો તેમનો હિસ્સો પણ નાબૂદ કરવામાં આવ્યો હતો, જ્યારે રાજસ્થાન રોયલ્સની ટીમ પર પણ 2 વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો.

