
પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર રાવલપિંડી એક્સપ્રેસ શોએબ અખ્તરે તેની ઓલ ટાઈમ પ્લેઈંગ ઈલેવનની પસંદગી કરી છે. જેમાં તેણે ઘણા દિગ્ગજ ક્રિકેટરોને પોતાની ટીમમાં સામેલ કર્યા નથી. જ્યારે ICC વર્લ્ડ કપ જીતનાર બે કેપ્ટનને પણ તેમની ટીમમાં જગ્યા આપવામાં આવી છે. જોકે, તેને કેપ્ટન બનાવવામાં આવ્યો ન હતો.
સૌથી ઝડપી બોલિંગ બોલનો વર્લ્ડ રેકોર્ડ બનાવનાર શોએબ અખ્તરે બ્રાયન લારા, દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરન અને ગ્લેન મેકગ્રા જેવા દિગ્ગજ ખેલાડીઓને પોતાની ઓલ ટાઈમ ટીમમાં સામેલ ન કરવાનો ચોંકાવનારો નિર્ણય લીધો હતો. શોએબે રન મશીન તરીકે જાણીતા વિરાટ કોહલીને પણ પોતાની ટીમમાં સામેલ કર્યો નથી.
શોએબ અખ્તરે તેની ઓલ ટાઈમ પ્લેઈંગ ઈલેવન ટીમમાં ભારતના ચાર ખેલાડીઓની પસંદગી કરી છે. જેમાં ભારતને વર્લ્ડકપ અપાવનાર કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને કપિલ દેવનું નામ પણ છે. અન્ય બે ખેલાડીઓમાં યુવરાજ સિંહ અને સચિન તેંડુલકરનો સમાવેશ થાય છે.
શોએબે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિનર શેન વોર્નને પોતાની ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. જે થોડો ચોંકાવનારો નિર્ણય લાગે છે, કારણ કે તેની ટીમમાં બે-બે કેપ્ટન સામેલ છે, જેમણે ICC વર્લ્ડ કપ જીત્યો છે.
શોએબ અખ્તરની ઓલ ટાઈમ પ્લેઈંગ ઈલેવન:
સચિન તેંડુલકર, ગાર્ડન ગ્રીનિચ, ઈન્ઝમામ-ઉલ-હક, સઈદ અનવર, એમએસ ધોની, એડમ ગિલક્રિસ્ટ, યુવરાજ સિંહ, શેન વોર્ન (કેપ્ટન), વસીમ અકરમ, કપિલ દેવ, વકાર યુનિસ.
