પાકિસ્તાનના સિનિયર ઓલરાઉન્ડર શોએબ મલિક અને ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાના પુત્ર ઈઝાનની તબિયત લથડી છે. આ જ કારણ છે કે શોએબને બાંગ્લાદેશ સામેની ટી-20 ઈન્ટરનેશનલ સિરીઝ અધવચ્ચે જ છોડવી પડી હતી.
સિરીઝની ત્રીજી મેચ આજે રમાવાની છે, પરંતુ મલિક તેનો ભાગ નહીં હોય. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ આ જાણકારી આપી છે.
Shoaib Malik will not be available for the 3rd T20I against Bangladesh today, as as he has left the Pakistan T20I squad and is on his way to Dubai due to his son’s illness#BANvPAK
— Saj Sadiq (@SajSadiqCricket) November 22, 2021
મલિક અને સાનિયાનો પુત્ર ઇઝાન ત્રણ વર્ષનો છે. પીસીબી દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, “શોએબ મલિક તેના બાળકની બિમારીને કારણે સોમવારે બાંગ્લાદેશ સામેની ત્રીજી અને અંતિમ ટી-20 મેચ ગુમાવશે અને મેચ પહેલા દુબઈ જવા રવાના થશે.” સંયુક્ત આરબ અમીરાત (UAE)માં તાજેતરમાં સમાપ્ત થયેલા ટી-20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચેલ પાકિસ્તાન આ ત્રણ મેચની ટી-20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં 2-0થી આગળ છે.

