LATEST

આંધ્રપ્રદેશમાં સ્પોર્ટસ યુનિવર્સિટી ખુલશે, કુંબલેએ સ્થાપના માટે ટેકો આપતા કહ્યું….

યુનિવર્સિટીની સ્થાપના માટે પોતાનો ટેકો વધારવાની વાત કરી હતી…

 

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડી રાજ્યના રમત-ગમતના વિકાસ માટે સ્પોર્ટ્સ યુનિવર્સિટી ખોલવાની યોજના બનાવી રહ્યા છે. પૂર્વ ભારતીય કેપ્ટન અને દિગ્ગજ લેગ સ્પિનર ​​અનિલ કુંબલેએ આ મામલે મુખ્ય પ્રધાનને પોતાનો સંપૂર્ણ સમર્થન આપ્યું છે. કુંબલેએ કહ્યું કે, જો આંધ્રપ્રદેશમાં સ્પોર્ટસ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવે તો તે રાજ્યમાં રમતગમતના વિકાસ તરફ દોરી જશે.

રાજ્ય સરકારે જારી કરેલા મીડિયા નિવેદનના અનુસાર, પૂર્વ ક્રિકેટર સોમવારે શિબિર કાર્યાલય ખાતે મુખ્ય પ્રધાન રેડ્ડીને મળ્યા હતા અને રાજ્યમાં રમતગમતના વિકાસ સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ પ્રસંગે કુંબલેએ મુખ્યમંત્રીશ્રીને રાજ્યમાં રમત-ગમતના ઉપકરણોના ઉત્પાદન એકમો સ્થાપવા પર ધ્યાન કેન્દ્રિત કરવા તાકીદ કરી હતી. ઇનિંગમાં તમામ 10 વિકેટ લેવાનો રેકોર્ડ ધરાવતા કુંબલેએ રાજ્યમાં રમતગમત યુનિવર્સિટીની સ્થાપના માટે પોતાનો ટેકો વધારવાની વાત કરી હતી.

સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેવાની બાબતમાં વિશ્વના ત્રીજા નંબરના બોલરે કહ્યું કે હાલમાં મેરઠ અને જલંધર એક માત્ર સ્પોર્ટસ ગુડ્સ બનાવવાનું કેન્દ્ર છે. કુંબલેએ કહ્યું કે જો અહીં આવી સુવિધાઓને પ્રોત્સાહિત કરવામાં આવે તો રાજ્ય અને રમતગમત ક્ષેત્ર બંનેને ફાયદો થશે.

જણાવી દઈએ કે અનિલ કુંબલે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 132 ટેસ્ટ અને 271 વનડે મેચ રમ્યો છે, જેમાં તેની અનુક્રમે 619 અને 337 વિકેટ છે. તેણે તેની ટેસ્ટ કારકિર્દીમાં એકમાત્ર સદી પણ બનાવી છે.

Exit mobile version