LATEST

શ્રીલંકાને નવો ચમકતો તારો મળ્યો; અંડર-15 મેચમાં એકલાએ બનાવ્યા 553 રન

શ્રીલંકા ક્રિકેટ (SLC) એ અંડર-15 સ્કૂલ મેચમાં 553 રન બનાવનાર દાનિડુ સેલાપેરુમાને ક્રિકેટ કીટથી સન્માનિત કર્યા. SLCએ સોમવારે આ જાણકારી આપી. અનુરાધાપુરાની સેન્ટ જોસેફ સ્કૂલમાં અભ્યાસ કરતા દાનિડુએ તાજેતરમાં SLC દ્વારા આયોજિત ‘અંડર-15 સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટ’માં 553 રનની અસાધારણ ઇનિંગ રમી હતી.

ખેલાડીને તેની સ્કૂલ ટીમના કેપ્ટન પમુલા લોકુલિયાના અને સ્કૂલના કોચ અથુલા રોહાનાની હાજરીમાં ‘ક્રિકેટ કીટ’ આપવામાં આવી હતી. આ કીટમાં દાનિડુને બેટિંગ ગ્લોવ્સ અને પેડ્સ સાથે ત્રણ બેટ અને બે હેલ્મેટ પણ આપવામાં આવ્યા હતા. શ્રીલંકા ક્રિકેટે આ વર્ષના મધ્યમાં દાનિડુની ટીમ સેન્ટ જોસેફ કોલેજને ક્રિકેટ કીટ પણ આપી હતી.

Exit mobile version