LATEST

નવા કેપ્ટન સાથે ભારત સામે વનડે, ટી-20 શ્રેણી સામે શ્રીલંકાની ટીમે જાહેરાત

13 થી 25 જુલાઇ દરમિયાન ત્રણ મેચની વનડે અને ટી 20 શ્રેણી રમાશે…

 

 

શ્રીલંકા ક્રિકેટે ગુરુવારે ભારત સામેની વનડે અને ટી 20 સિરીઝ માટે 25 સભ્યોની ટીમની પસંદગી કરી છે, જેમને રમત પ્રધાનની મંજૂરી મળવાની બાકી છે. આ પછી શ્રીલંકન બોર્ડ ટીમની સત્તાવાર જાહેરાત કરશે.

કુસલ પરેરાની જગ્યાએ ઓલરાઉન્ડર દસુન શનાકાને ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ધનંજય ડી સિલ્વાને ઉપ-કપ્તાન બનાવવામાં આવ્યો છે. પરેરાની કપ્તાનીમાં શ્રીલંકાને બાંગ્લાદેશ અને ઇંગ્લેન્ડ પ્રવાસ પર અપમાનજનક પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

ઇંગ્લેન્ડ પ્રવાસ પર બાયો-સુરક્ષિત બબલના નિયમોનું ઉલ્લંઘન કરનાર કુસલ મેન્ડિસ, નિરોશન ડિકવેલા અને દાનુષ્કા ગુનાથિલાકાને ટીમમાં સ્થાન મળ્યું નથી. બાયો બબલ તોડવાની ઘટના બાદ બોર્ડે ત્રણેય ખેલાડીઓને સસ્પેન્ડ કરી દીધા હતા.

લાહિરુ કુમારા, અશેન બંદારા, કસુન રાજીતા અને ભાનુકા રાજપક્ષે ટીમમાં વાપસી કરી ચુક્યા છે. આ સિવાય ડાબા હાથના અનકેપ્ડ બેટ્સમેન લાહિરુ ઉદારાને તક આપવામાં આવી છે.

ભારત અને શ્રીલંકા વચ્ચે 13 થી 25 જુલાઇ દરમિયાન ત્રણ મેચની વનડે અને ટી 20 શ્રેણી રમાશે. તમામ મેચ કોલંબોના આર પ્રેમાદાસા સ્ટેડિયમ ખાતે રમાશે.

Exit mobile version