LATEST

વર્લ્ડ કપના બે મહિના પહેલા સ્ટાર ખેલાડીએ સન્યાસ લેવાનો લીધો નિર્ણય

pic- hindustan times

ODI વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી ભારતની ધરતી પર શરૂ થઈ રહ્યો છે. પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. ઈંગ્લેન્ડે વર્ષ 2019નો ODI વર્લ્ડ કપ જીત્યો હતો. હવે ઈંગ્લેન્ડના સ્ટાર ખેલાડી એલેક્સ હેલ્સે ODI વર્લ્ડ કપ પહેલા નિવૃત્તિની જાહેરાત કરી છે. આનાથી ફેન્સને મોટો ઝટકો લાગ્યો છે.

એલેક્સ હેલ્સને પાકિસ્તાન સુપર લીગ 2023માં રમવા માટે આ વર્ષની શરૂઆતમાં ઇંગ્લેન્ડની T20 ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો અને તેણે બાંગ્લાદેશ સામે T20 શ્રેણી રમી ન હતી. હવે હેલ્સની નિવૃત્તિ ચાહકો માટે ખૂબ જ આઘાતજનક છે કારણ કે તે T20 વર્લ્ડ કપ 2024માં ઈંગ્લેન્ડ તરફથી રમવાનો પ્રબળ દાવેદાર હતો. હેલ્સની નિવૃત્તિ ટી-20 ટીમમાં વિલ જેક્સ અને ફિલ સોલ્ટ જેવા ખેલાડીઓ માટે તકો ખોલશે.
એલેક્સ હેલ્સ ઈંગ્લેન્ડ માટે ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમ્યો હતો. તેણે વર્ષ 2011માં ઈંગ્લેન્ડ માટે ટી20 મેચમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે ઈંગ્લેન્ડ માટે 11 ટેસ્ટમાં 573 રન, 70 વનડેમાં 2419 રન અને 75 ટી20 મેચમાં 2074 રન બનાવ્યા હતા. તેણે ત્રણેય ફોર્મેટમાં 7 સદી ફટકારી છે.

Exit mobile version