સુરેશ રૈના આ પહેલા પણ સમાજ માટે ઘણી સારી બાબતો કરતા જોવા મળ્યો છે….
પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈના 34 વર્ષના થઈ જશે. રૈનાએ તેમના જન્મદિવસ પર ઉત્તર પ્રદેશ, જમ્મુ અને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ (એનસીઆર) માં 34 શાળાઓમાં શૌચાલય અને પીવાના પાણીની સુવિધા આપવાનું વચન આપ્યું છે. રૈના એનજીઓ ગ્રાસીઆ રૈના ફાઉન્ડેશનના સહયોગથી આ પહેલ શરૂ કરશે. આ ફાઉન્ડેશનનું નામ તેમની પોતાની પુત્રી ગ્રેસિયા રૈનાના નામ પર રાખવામાં આવ્યું છે. આ ફાઉન્ડેશન અમિતાભ શાહના સહયોગથી કામ કરશે. આ પહેલ દ્વારા આ શાળાઓમાં અભ્યાસ કરતાં 10000 થી વધુ બાળકોને આરોગ્ય અને સ્વચ્છતા સુવિધા મળશે.
સુરેશ રૈનાએ કહ્યું, ‘આ પહેલ સાથે મારો 34 મો જન્મદિવસ ઉજવવામાં મને ખૂબ આનંદ થયો. દરેક બાળક ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે હકદાર છે. શાળાઓમાં પીવાનું શુધ્ધ પાણી અને શૌચાલય સુવિધાઓ તેમનો મહત્વપૂર્ણ અધિકાર છે. હું આશા રાખું છું કે યુવાનોના સહયોગથી આપણે ‘ગ્રેસીયા રૈના ફાઉન્ડેશન’ વતી મહત્વનું યોગદાન આપી શકીશું.
Giving back to the society that has given me so much has always been my guiding philosophy. As I turn 34, I’m excited to launch my most special project yet with @grfcare & @UnstoppableYUVA to provide toilets, drinking water & adolescent health programs across 34 schools in India pic.twitter.com/1ik6LpcwNN
— Suresh Raina
(@ImRaina) November 23, 2020
સુરેશ રૈના આ પહેલા પણ સમાજ માટે ઘણી સારી બાબતો કરતા જોવા મળ્યો છે. અગાઉ, કોરોના વાયરસ દરમિયાન, તેમણે પ્રધાનમંત્રી કેર ફંડ અને મુખ્યમંત્રી રાહત ભંડોળમાં પણ ફાળો આપ્યો હતો. આ સાથે લોકોને પણ આ પહેલમાં જોડાવા અનુરોધ કરાયો હતો.

