LATEST

તાનિયા ભાટિયા: મારા રૂમમાંથી રોકડા, કાર્ડ્સ, ઘડિયાળો અને ઘરેણાં ચોરી થઈ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડમાં વનડે શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કર્યા બાદ સ્વદેશ પરત ફરી છે. સ્વદેશ પરત ફર્યા બાદ ટીમની વિકેટ કીપર બેટ્સમેન તાનિયા ભાટિયાએ એક સનસનીખેજ ખુલાસો કર્યો છે.

ભાટિયાએ આરોપ લગાવ્યો છે કે તે જ્યાં રહેતી હતી તે લંડનના રૂમમાં ઘરફોડ ચોરી થઈ હતી. તેણે કહ્યું કે કોઈએ તેના રૂમમાંથી તેની બેગ ચોરી લીધી છે, જેમાં રોકડ સિવાય કાર્ડ્સ, ઘડિયાળો અને ઘરેણાં જેવી ઘણી કિંમતી વસ્તુઓ હતી. વિકેટકીપર-બેટ્સમેને ખુલાસો કર્યો છે કે આ ઘટના લંડનની મેરિયોટ હોટલના રૂમની અંદર બની હતી.

તાનિયાએ ટ્વીટ કરીને લખ્યું, ‘મેરિયટ હોટેલ મેનેજમેન્ટથી આઘાત અને નિરાશ. મારા રૂમમાં ચોરી થઈ છે. મારી રોકડ, કાર્ડ, ઘડિયાળ અને ઘરેણાં ભરેલી બેગ ચોરાઈ ગઈ છે. મેરિયટ હોટેલમાં કોઈ વ્યવસ્થા નથી. હું આ બાબતની તાત્કાલિક તપાસ અને નિરાકરણની આશા રાખું છું. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડની મનપસંદ હોટેલમાં આવી ઘટના ચોંકાવનારી છે. આશા છે કે તેઓ પણ આ બાબતે ધ્યાન આપશે.

દરમિયાન તાનિયા જે હોટલમાં રોકાઈ હતી તેણે પણ આ મામલે નિવેદન જાહેર કર્યું છે. મેરિયટ હોટેલ્સે ટ્વિટર પર એક નિવેદન જારી કર્યું છે. હોટેલ મેનેજમેન્ટે કહ્યું, “હાય તાનિયા, અમને આ સાંભળીને દુઃખ થયું. કૃપા કરીને અમને તમારું નામ અને ઇમેઇલ સરનામું, તમારા રોકાણની ચોક્કસ તારીખો સાથે સંદેશ મોકલો જેથી અમે આ બાબતની વધુ તપાસ કરી શકીએ.

તાનિયા ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટી20 અને વનડે ટીમનો ભાગ હતી. પરંતુ તેને એક પણ મેચ રમવાની તક મળી ન હતી. ટી20માં રિચા ઘોષ જ્યારે વનડેમાં યાસ્તિકા ભાટિયાએ વિકેટ પાછળ કમાન સંભાળી હતી. તાનિયાને આગામી 2022 એશિયા કપ માટે ભારતીય ટીમમાં રિઝર્વ ખેલાડી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.

Exit mobile version