LATEST

ટીમ ઇન્ડિયાને નવો કોચ મળ્યો? 2023નો વર્લ્ડ કપ સુધી આ ખિલાડી ટીમનો સાથ આપશે

ભારતીય ક્રિકેટ ટીમના નવા કોચની શોધ પૂરી થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાના વર્તમાન કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ આ મહિનાથી શરૂ થઈ રહેલા ટી-20 વર્લ્ડ કપ બાદ સમાપ્ત થઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટ બાદ તે પોતાના પદ પરથી રાજીનામું આપશે. BCCI એ આ પદ માટે ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન રાહુલ દ્રવિડ સાથે વાત કરી અને તે આ જવાબદારી નિભાવવા સંમત થઈ ગયા છે. જોકે એવા સમાચાર છે કે, તેઓ વર્ષ 2023ના વર્લ્ડકપ સુધી ટીમ ઈન્ડિયાના કોચનું પદ સંભાળવા સંમત થયા છે.

પીટીઆઈ સાથે વાત કરતા, બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું, “હા, રાહુલ દ્રવિડ 2023 ના વર્લ્ડ કપ સુધી ભારતીય ક્રિકેટ ટીમના કોચ બનવા માટે સંમત થયા છે. શરૂઆતમાં તેઓ આ માટે સહમત ન હતા પરંતુ બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહ આ બાબતે રાહુલને મળ્યા અને તેને કોચનું પદ સંભાળવા માટે મનાવ્યું.”

આ પ્રથમ વખત નથી જ્યારે દ્રવિડ ટીમ ઈન્ડિયાના કોચ બનવા જઈ રહ્યો છે. અગાઉ, જ્યારે ભારતમાંથી એક ટીમ ટેસ્ટ શ્રેણી રમવા ઈંગ્લેન્ડ ગઈ હતી, ત્યારે બીજી ટીમ શ્રીલંકામાં હતી. ભારતીય ટીમે આ પ્રવાસમાં ટી-20 અને વનડે મેચની શ્રેણી રમી હતી. અહીં રાહુલે ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ તરીકે કામ કર્યું. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન ઇન્ડિયા એ અને અંડર 19 ટીમોના કોચિંગ કરી ચૂક્યા છે.

જોકે વર્તમાન કોચ શાસ્ત્રીએ પહેલેથી જ જાહેરાત કરી દીધી હતી કે તેઓ ટી-20 વર્લ્ડ બાદ તેમના કાર્યકાળના અંતે રાજીનામું આપી દેશે. તેને બીસીસીઆઈ સાથેના કરારને આગળ વધારવામાં રસ નથી.

Exit mobile version