LATEST

ટીમ ઈન્ડિયા જુલાઈમાં ઈન્ડિઝનો પ્રવાસ કરશે, જાણો 3 ODI અને 5 T20નું સંપૂર્ણ શેડ્યૂલ

T20 વર્લ્ડ કપ પહેલા T20 ક્રિકેટનો રોમાંચ જારી રહેશે. ભારતીય ટીમ સૌપ્રથમ 9 જૂનથી દક્ષિણ આફ્રિકા સામે 5 મેચની T20 શ્રેણી રમશે.

બીજી તરફ ભારતના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસનું શિડ્યુલ પણ જાહેર કરવામાં આવ્યું છે. ભારતનો આ પ્રવાસ થોડો લાંબો રહેવાનો છે. 22 જુલાઈથી 7 ઓગસ્ટ સુધી યોજાનાર આ પ્રવાસમાં ટીમ 3 વન-ડે મેચોની શ્રેણી ઉપરાંત 5 ટી-20 મેચોની શ્રેણી રમશે.

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ અને બીસીસીઆઈએ આ પ્રવાસ અંગે પુષ્ટિ કરી છે. ODI શ્રેણી અને 3 T20 મેચો ત્રિનિદાદ અને ટોબેગો અને સેન્ટ કિટ્સ અને નેવિસમાં યોજાશે જ્યારે છેલ્લી બે T20 મેચ ફોર્ટ લોડરહિલ અને ફ્લોરિડામાં યોજાશે.

3 ODI મેચોનું શેડ્યૂલ:

1લી ODI – 22 જુલાઈ, ક્વીન્સ પાર્ક ઓવલ

2જી ODI – 24 જુલાઈ, ક્વીન્સ પાર્ક ઓવલ

ત્રીજી ODI – 27 જુલાઈ, ક્વીન્સ પાર્ક ઓવલ

5 મેચની T20 શ્રેણીનું શેડ્યૂલ:

1લી T20 – 29 જુલાઈ, બ્રાયન લારા સ્ટેડિયમ

બીજી T20 – 1 ઓગસ્ટ, વોર્નર સ્ટેડિયમ

3જી T20 – 2 ઓગસ્ટ, વોર્નર સ્ટેડિયમ

4થી T20 – 6 ઓગસ્ટ, ફોર્ટ લોડરહિલ

5મી T20 – 7 ઓગસ્ટ, ફોર્ટ લોડરહિલ

આગામી શ્રેણી અંગે વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન નિકોલસ પૂરને કહ્યું છે કે “અમે યુવા ટીમ છીએ અને વેસ્ટ ઈન્ડિઝ જે ક્રિકેટ રમે છે તે બ્રાન્ડને ફરીથી સ્થાપિત કરવાનો પ્રયાસ કરીશું. તેણે વધુમાં ઉમેર્યું, જ્યારથી મેં આ ટીમની જવાબદારી સંભાળી છે, ત્યારથી મારું એકમાત્ર લક્ષ્ય હંમેશા સ્પર્ધાત્મક રહેવાનું રહ્યું છે કારણ કે અમે આ શ્રેણીનો ઉપયોગ આગામી T20 અને 50-ઓવરના વર્લ્ડ કપ માટે અમારી તૈયારીઓને સુધારવા માટે કરવા માંગીએ છીએ.”

Exit mobile version