LATEST

38 વર્ષીય આફ્રિકાના આ ઝડપી બોલરે 17 વર્ષની લાંબી કારકિર્દીનો અંત લાવ્યો

દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર ડેલ સ્ટેને મંગળવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ડેલ સ્ટેને રમતના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. 38 વર્ષીય ડેલ સ્ટેને ફેબ્રુઆરી 2020થી આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ મેચ રમી નથી. તેણે પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ T20 ફોર્મેટમાં રમી હતી, જે જોહાનિસબર્ગમાં ઓસ્ટ્રેલિયા સામે હતી.

આ જાહેરાત સાથે ડેલ સ્ટેનની 17 વર્ષની લાંબી કારકિર્દીનો અંત આવ્યો. પોતાની કારકિર્દી દરમિયાન, ડેલ સ્ટેને વિશ્વના ઘણા પ્રખ્યાત બેટ્સમેનોને પરેશાન કર્યા અને તેમની સામે પડકારજનક પરિસ્થિતિઓ રજૂ કરી.

સ્ટેને ટ્વિટર પર નિવૃત્તિની જાહેરાત કરી હતી. 38 વર્ષના ફાસ્ટ બોલરે પોતાની 17 વર્ષની લાંબી આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન દક્ષિણ આફ્રિકા માટે 93 ટેસ્ટ, 125 વનડે ઇન્ટરનેશનલ અને 47 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.

સ્ટેને લખ્યું, ‘આજે હું ઓપચારિક રીતે રમતમાંથી નિવૃત્ત છું જે મને સૌથી વધુ ગમે છે. દરેકનો આભાર, પરિવારથી માંડીને સાથી ખેલાડીઓ, પત્રકારોથી ચાહકો સુધી, આ એક સાથે એક અદ્ભુત સફર રહી છે.’ સ્ટેને અમેરિકન રોક બેન્ડ ‘કાઉન્ટિંગ ક્રો’ના એક ગીતનો ઉલ્લેખ કરીને નિવૃત્તિની જાહેરાત કરતા તેના પત્રમાં પોતાની લાગણી વ્યક્ત કરી હતી.

Exit mobile version