LATEST

ઓસ્ટ્રેલિયન અને ગુજરાતનો વિસ્ફોટક ખેલાડીએ સંન્યાસની જાહેરાત કરી

pic- cricshots

મેથ્યુ વેડની ગણતરી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેનોમાં થાય છે. મેથ્યુ વેડ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનો વિકેટ કીપર બેટ્સમેન છે. મેથ્યુ બેડ મિડલ ઓર્ડરમાં તેની ઘાતક બેટિંગ માટે જાણીતો છે.

મેથ્યુ વેડે લાંબા સમયથી ઓસ્ટ્રેલિયા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી છે અને હજુ પણ રમી રહ્યો છે. પરંતુ આ દરમિયાન અચાનક મેથ્યુ વેડે ઓસ્ટ્રેલિયા માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે.

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન મેથ્યુ વેડ 36 વર્ષના છે. 36 વર્ષની ઉંમરે મેથ્યુ વેડે પોતાના ક્રિકેટ કરિયરને લઈને મોટો નિર્ણય લીધો છે. અને તેણે ઓસ્ટ્રેલિયા માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. મેથ્યુ વેડ હવે ઓસ્ટ્રેલિયા માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ નહીં રમે. પરંતુ મેથ્યુ વેડ હજુ પણ ઓસ્ટ્રેલિયા માટે આંતરરાષ્ટ્રીય મેચ રમતા જોવા મળી શકે છે. વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનાર ટી20 વર્લ્ડ કપની મેચો ઓસ્ટ્રેલિયન ટીમને તક આપી શકે છે.

જો આપણે મેથ્યુ વેડના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો તેણે વર્ષ 2007માં ઓસ્ટ્રેલિયા માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી હતી, ત્યાર બાદ અત્યાર સુધીમાં મેથ્યુ વેડે ઓસ્ટ્રેલિયામાં 165 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચ રમી છે. જેમાં મેથ્યુ વેડે 9183 રન બનાવ્યા છે. આ સાથે મેથ્યુ વેડે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ માટે 85 ઈન્ટરનેશનલ ટી20 મેચ પણ રમી છે. જેમાં તેના નામે 1181 રન છે.

Exit mobile version