ODI વર્લ્ડ કપ 2023 બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમ અને બોર્ડ બંનેમાં સતત ઘણા ફેરફારો જોવા મળી રહ્યા છે. હવે પીસીબીએ પૂર્વ ખેલાડી મોહમ્મદ હાફીઝને માત્ર 2 શ્રેણી બાદ ટીમ ડાયરેક્ટરના પદ પરથી હટાવી દીધા છે.
હાફિઝના કાર્યકાળમાં પાકિસ્તાની ટીમના પ્રદર્શનમાં કોઈ ખાસ સુધારો થયો નથી. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર, જ્યારે પાકિસ્તાનની ટીમને ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં 3-0થી હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે તે ન્યૂઝીલેન્ડ સામેની 5 મેચની T20 શ્રેણીમાં 4-1થી હારી ગઈ હતી.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટ્વીટ કરીને મોહમ્મદ હફીઝને ટીમ ડાયરેક્ટર પદ પરથી હટાવવાની માહિતી આપી હતી જેમાં તેણે લખ્યું હતું કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ મોહમ્મદ હફીઝને ડિરેક્ટર તરીકેની ભૂમિકા બદલ આભાર માને છે. મોહમ્મદ હફીઝે ક્રિકેટ ડિરેક્ટરનું પદ સંભાળીને પાકિસ્તાન ક્રિકેટમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. હાફિઝની મહેનતે તમામ ખેલાડીઓને પ્રેરણા આપી છે. આ પદ સંભાળતી વખતે હાફિઝે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના પ્રવાસ દરમિયાન મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. બોર્ડ હાફિઝને તેના ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવે છે.
ડાયરેક્ટરનું પદ સંભાળ્યા બાદ એવા અહેવાલો આવ્યા હતા કે હાફિઝની લાંબી બેઠકોને કારણે વર્તમાન પાકિસ્તાની ટીમના ઘણા ખેલાડીઓ તેમનાથી ખુશ નથી અને તેઓએ આ અંગે બોર્ડને ફરિયાદ પણ કરી હતી.આપને જણાવી દઈએ કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હાફીઝને તેના પદ પરથી હટાવ્યા હતા.
The Pakistan Cricket Board extends heartfelt gratitude to Mohammad Hafeez, Director Pakistan men’s cricket team, for his invaluable contributions. Hafeez's passion for the game has inspired players and his mentorship during the tour of Australia and New Zealand have been of… pic.twitter.com/AM4IKbm0vB
— Pakistan Cricket (@TheRealPCB) February 15, 2024