પહેલા તો ભારતીય ટીમમાં જગ્યા બનાવવી મુશ્કેલ છે અને જો જગ્યા મળી જાય તો તેને જાળવી રાખવી મુશ્કેલ બની જાય છે. આજે અમે તમને એવા કેટલાક ભારતીય ખેલાડીઓ વિશે જણાવી રહ્યા છીએ જેમની કારકિર્દી ડેબ્યૂ મેચના થોડા મહિનામાં જ ખતમ થઈ ગઈ.
સુબ્રમણ્યમ બદ્રીનાથ:
સુબ્રમણ્યમ બદ્રીનાથે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 10,000થી વધુ રન બનાવ્યા છે. તેને 2010માં દક્ષિણ આફ્રિકા સામે મેચ રમવાની તક મળી હતી. પરંતુ બે ટેસ્ટ, 7 વનડે અને એક ટી-20 બાદ જ તેને ભારતીય ટીમમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો.
દીપ દાસગુપ્તા:
દીપ દાસગુપ્તાએ ઓક્ટોબર 2001માં તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી અને એપ્રિલ 2002માં તેને ભારતીય ટીમ માટે છેલ્લી મેચ રમવાનો મોકો મળ્યો હતો અને ત્યારબાદ તે ટીમ ઈન્ડિયામાંથી હંમેશ માટે નિવૃત્ત થઈ ગયો હતો.
નમન ઓઝા:
નમન ઓઝાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પણ લાંબો સમય ટકી શકી નહીં. 2010માં તેને ડેબ્યૂ મેચની તક મળી. પરંતુ તેને એક ટેસ્ટ, એક વનડે અને બે ટી20 મેચ બાદ ભારતીય ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.
આકાશ ચોપરા:
આકાશ ચોપરા હાલમાં કોમેન્ટેટર તરીકે પ્રખ્યાત છે. તેણે ઓક્ટોબર 2023માં ન્યૂઝીલેન્ડ સામે ડેબ્યૂ કર્યું હતું. પરંતુ ઓક્ટોબર 2004માં તેને ભારતીય ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. તે ટીમ ઈન્ડિયા માટે માત્ર 10 ટેસ્ટ મેચ રમી શક્યો હતો.