LATEST

IPL-14માં સૌથી ઝડપી બોલ ફેંકનાર બોલરને મળ્યો ઈનામ, દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે પસંદગી

જમ્મુ અને કાશ્મીરના યુવા ઝડપી બોલર ઉમરાન મલિકને મંગળવારે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ભારતની A ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું, જેનું નેતૃત્વ ગુજરાતના ટોપ-ઓર્ડર બેટ્સમેન પ્રિયાંક પંચાલ કરશે. ટુર્નામેન્ટ માટે 14 સભ્યોની ટીમ પસંદ કરવામાં આવી છે. ત્રણેય મેચ બ્લૂમફોન્ટેનમાં રમાશે. આ મેચો 23 નવેમ્બર, 29 નવેમ્બર અને 6 ડિસેમ્બરથી શરૂ થશે.

ટીમમાં બેટ્સમેનોમાં પૃથ્વી શૉ, અભિમન્યુ ઈશ્વરન અને દેવદત્ત પડિકલ અને બોલરોમાં નવદીપ સૈની અને રાહુલ ચહરનો પણ સમાવેશ થાય છે. 21 વર્ષીય જમણા હાથના પેસરે તેની કારકિર્દીમાં માત્ર એક લિસ્ટ-એ મેચ અને આઠ ટી-20I રમી છે.

ભારત A ટીમ નીચે મુજબ:

પ્રિયંક પંચાલ (કેપ્ટન), પૃથ્વી શૉ, અભિમન્યુ ઇશ્વરન, દેવદત્ત પડિકલ, સરફરાઝ ખાન, બાબા અપરાજિત, ઉપેન્દ્ર યાદવ (ડબલ્યુકે), કે ગૌતમ, રાહુલ ચહર, સૌરભ કુમાર, નવદીપ સૈની, ઉમરાન મલિક, ઇશાન પોરેલ અને અર્જન નાગાસવાલા.

ન્યુઝીલેન્ડ સામેની ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમ નીચે મુજબ:

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન (ડબ્લ્યુકે), રિષભ પંત (ડબ્લ્યુકે), સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, વેંકટેશ ઐયર, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અવેશ ખાન, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, મોહમ્મદ સિરાજ અને હર્ષલ પટેલ.

Exit mobile version