ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ દિગ્ગજ ડેનિયલ વેટ્ટોરીને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમે નવી જવાબદારી સોંપી છે. ડેનિયલ વેટોરીને ઓસ્ટ્રેલિયન ટીમના સહાયક કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ડેનિયલ વેટોરી ઉપરાંત આન્દ્રે બોરોવેકને પણ આ જવાબદારી સોંપવામાં આવી છે. આ બંને કોચ એન્ડ્રુ મેકડોનાલ્ડ સાથે કામ કરશે.
ન્યૂઝીલેન્ડના પૂર્વ ઓલરાઉન્ડર ડેનિયલ વિટોરીએ ટીમના કોચ બન્યા બાદ મોટી પ્રતિક્રિયા આપી છે. ડેનિયલ વેટોરીએ કહ્યું છે કે આ ખૂબ જ મજબૂત ટીમ છે. આ ટીમમાં ઘણું આગળ વધવાની ક્ષમતા છે. હું સફળ કાર્યકાળની રાહ જોઉં છું.
ડેનિયલ વેટોરી અને એન્ડ્ર્યુ મેકડોનાલ્ડ પણ RCB માટે એકસાથે કોચિંગ કરી ચૂક્યા છે, જેથી આ બંને સાથે મળીને ઓસ્ટ્રેલિયન ક્રિકેટને આગળ લઈ જઈ શકે. ભૂતકાળમાં બંને રોયલ ચેલેન્જર બેંગ્લોર ટીમમાં સાથે રહી ચૂક્યા હોવાથી બંને વચ્ચે સુમેળ પણ સુધરવાની અપેક્ષા છે.
2️⃣ new assistant coaches for our men's national team!
Welcome Andre & Daniel 🤝 pic.twitter.com/YLrcQj9LRE
— Cricket Australia (@CricketAus) May 24, 2022