LATEST

સારા સમાચાર: વિશ્વમાં ક્રિકેટનો વ્યાપ ફેલાયો, ત્રણ નવા દેશો આઈસીસીમાં જોડાયા

રશિયાને પણ આ જ કારણોસર સસ્પેન્ડ કરવામાં આવ્યું છે…

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) માં રવિવારે તેની 78 મી વાર્ષિક સામાન્ય સભામાં મંગોલિયા, તાજિકિસ્તાન અને સ્વિટ્ઝર્લૅન્ડને નવા સભ્યો તરીકે શામેલ કરવામાં આવ્યા છે.

આ બેઠક વર્ચ્યુઅલ રીતે યોજવામાં આવી હતી જેમાં એશિયા પ્રદેશના અનુક્રમે 22 અને 23મા સભ્યો તરીકે મંગોલિયા અને તાજિકિસ્તાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યારે સ્વિટ્ઝર્લૅન્ડ યુરોપનું 35મો સભ્ય છે. આ સાથે, આઈસીસીના કુલ સભ્યોની સંખ્યા 106 પર પહોંચી ગઈ છે, જેમાંથી 94 સહયોગી છે.

2007માં રચાયેલી મંગોલિયન ક્રિકેટ એસોસિએશન (એમસીએ) 2018માં સત્તાવાર રાષ્ટ્રીય રમત સંચાલક બની હતી. આ રમત 2019ની રાષ્ટ્રીય યુથ ગેમ્સમાં રમવામાં આવી હતી. જ્યારે મંગોલિયા સપ્ટેમ્બર 2021માં આંતરરાષ્ટ્રીય યુથ ગ્રીન ગેમ્સનું આયોજન કરશે જ્યાં ક્રિકેટ પણ પસંદગીની રમત છે.

1817માં સ્વિટ્ઝર્લૅન્ડમાં પહેલી વખત ક્રિકેટ રમવામાં આવ્યું હતું અને 2014માં ક્રિકેટ સ્વિટ્ઝર્લૅન્ડના મહાસંઘ તરીકે શરૂ થયું હતું. નવી ફેડરેશન પાસે હાલમાં 33 સક્રિય ક્લબ છે, જેમાં ત્રણ ઘરેલું પુરુષોની ટૂર્નામેન્ટ યોજાય છે અને જુનિયર પ્રોગ્રામ હેઠળ સેન્ટ્રલ યુરોપિયન ટૂર્નામેન્ટમાં ભાગ લે છે.

વળી, ઝામ્બિયા, જેમની સદસ્યતાને વર્ષ 201 માં આઇસીસીની સામાન્ય સભામાં સ્થગિત કરવામાં આવી હતી, તે આઇસીસીના સભ્યપદનાં માપદંડનું સતત પાલન ન કરવાને કારણે હવે આઇસીસીના સભ્ય નથી. રશિયાને પણ આ જ કારણોસર સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.

Exit mobile version