
સપ્ટેમ્બર 2015માં શ્રીલંકાના બોલિંગ કોચ બનાવવામાં આવ્યા હતા…
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના ભ્રષ્ટાચાર વિરોધી સંહિતાના ભંગ બદલ શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર નુવાન ઝોયસા પર છ વર્ષ માટે પ્રતિબંધ મૂકાયો છે. ઝોયસાને નવેમ્બર 2020માં એન્ટી કરપ્શન કોડ હેઠળ ત્રણ ગુના બદલ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ કેસમાં તેણે સ્વતંત્ર ટ્રિબ્યુનલ સમક્ષ સુનાવણીની અપીલ કરી હતી જેને રદ કરાઈ હતી.
શ્રીલંકાની ટીમના બોલિંગ કોચ રહી ચૂકેલા ઝાયસાને યુએઈમાં ટી-20 લીગ દરમિયાન ભ્રષ્ટાચારમાં લપસવા માટે મે 2019 માં અસ્થાયીરૂપે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.
શ્રીલંકા તરફથી 30 ટેસ્ટ અને 95 વનડે મેચ રમનાર ઝોયસાને સપ્ટેમ્બર 2015માં શ્રીલંકાના બોલિંગ કોચ બનાવવામાં આવ્યા હતા. તે શ્રીલંકા ક્રિકેટના ઉચ્ચ પ્રદર્શન કેન્દ્રમાં કામ કરતો હતો જેણે તેને વર્તમાન આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સાથે સંપર્ક સાધવાની તક આપી હતી.
