LATEST

ICCએ લીધી મોટી કાર્યવાહી, શ્રીલંકા ક્રિકેટ બોર્ડની સદસ્યતા સસ્પેન્ડ કરી

pic- roshan kashmir

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) બોર્ડે શુક્રવારે શ્રીલંકા ક્રિકેટની સદસ્યતા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધી છે. ICC બોર્ડે બેઠકમાં નિર્ણય લીધો હતો કે શ્રીલંકા ક્રિકેટ સભ્ય તરીકે તેની જવાબદારીઓનું ગંભીર ઉલ્લંઘન કરી રહ્યું છે.

વર્લ્ડ કપ 2023માં શ્રીલંકન ક્રિકેટ ટીમના ખરાબ પ્રદર્શનને કારણે બોર્ડ અને શ્રીલંકામાં ખળભળાટ મચી ગયો છે. શ્રીલંકાની સંસદે ગુરુવારે સર્વસંમતિથી દેશની ક્રિકેટ સંચાલક મંડળને બરતરફ કરવાનો ઠરાવ પસાર કર્યો હતો. તેને શાસક પક્ષ અને વિપક્ષી પાર્ટીઓનું સંપૂર્ણ સમર્થન મળ્યું. શ્રીલંકાની ક્રિકેટ ટીમ શુક્રવારે સવારે ભારતથી પરત ફરી હતી. બેંગલુરુમાં છેલ્લી ગ્રુપ મેચમાં ન્યુઝીલેન્ડે તેને પાંચ વિકેટે હરાવ્યું હતું. શ્રીલંકાની ટીમ વર્લ્ડ કપમાં નવમાંથી માત્ર બે મેચ જીતી શકી હતી, જે તેનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન છે. ભારત સામે ટીમ 56 રનમાં આઉટ થઈ ગઈ હતી.

સોમવારે રમતગમત પ્રધાન રોશન રણસિંઘેએ શ્રીલંકા ક્રિકેટ મેનેજમેન્ટને બરખાસ્ત કરી દીધું અને ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન અર્જુન રણતુંગાને ક્રિકેટ બોર્ડ ચલાવવા માટે સાત સભ્યોની વચગાળાની સમિતિના વડા તરીકે નિયુક્ત કર્યા. જો કે, કોર્ટમાં અપીલ બાદ, શમ્મી સિલ્વાના નેતૃત્વમાં શ્રીલંકા ક્રિકેટ મેનેજમેન્ટે મંગળવારે પુનઃસ્થાપિત કર્યું હતું. ગુરુવારે સરકાર અને વિપક્ષે સંસદમાં સંયુક્ત પ્રસ્તાવ રજૂ કરીને શ્રીલંકાના ક્રિકેટ મેનેજમેન્ટના રાજીનામાની માંગ કરી હતી.

Exit mobile version