LATEST

એશિયન ગેમ્સ માટે ચીન પહોંચી ભારતીય ક્રિકેટ ટીમ, ક્વાર્ટર ફાઇનલ રમશે

pic- rediff

ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ભાગ લેવા માટે ચીન પહોંચી ગઈ છે. રુતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની ટીમ ગુરુવારે સવારે મુંબઈથી હાંગઝોઉ જવા રવાના થઈ હતી.

BCCIએ ટ્વિટ કરીને ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા છે. જેમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રૂતુરાજ ગાયકવાડ અને મુખ્ય કોચ વીવીએસ લક્ષ્મણ મુંબઈ એરપોર્ટ પર જોવા મળે છે. T-20 રેન્કિંગમાં સારી સ્થિતિને કારણે ભારતીય ટીમને અહીં વધુ મેચ રમવાની જરૂર નથી અને ભારત માત્ર ક્વાર્ટર ફાઈનલ મેચથી જ સીધુ ભાગ લેશે. ક્વાર્ટર ફાઇનલમાં સીધી રીતે ભાગ લેનારી ટીમોમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશનો પણ સમાવેશ થાય છે.

રુતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની ભારતીય ટીમમાં રિંકુ સિંહ, શિવમ દુબે અને પ્રસિદ્ધ કૃષ્ણા પણ સામેલ છે. હાંગઝોઉ પહોંચતા જ ભારતીય ખેલાડીઓ ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપરા સાથે જોવા મળ્યા હતા.

KKRના આક્રમક બેટ્સમેન રિંકુ સિંહે આ ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં રિંકુની સાથે અવેશ ખાન, રવિ બિશ્નોઈ, જીતેશ શર્મા અને અર્શદીપ સિંહનો સમાવેશ થાય છે. આ પોસ્ટને કેપ્શન આપતા તેમણે લખ્યું, “રાષ્ટ્રીય ફરજ”. ભારતીય ટીમની ક્વાર્ટર ફાઈનલ મેચ 3 ઓક્ટોબરે રમાશે.

એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમ

રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), મુકેશ કુમાર, શિવમ માવી, શિવમ દુબે, પ્રભસિમરન સિંઘ (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, રાહુલ ત્રિપાઠી, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, રવિ બિશ્નોઈ, અવેશ ખાન , અર્શદીપ સિંહ.

Exit mobile version