ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ દ્વારા મંગળવારે તારીખની જાહેરાત કરવામાં આવી હતી…
જૂનથી જુલાઇની વચ્ચે, ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડનો પ્રવાસ કરશે, જ્યાં બંને દેશો વચ્ચે એક ટેસ્ટ, ત્રણ વનડે અને ટી -20 આંતરરાષ્ટ્રીય મેચની શ્રેણી રમાશે. આ ટૂર પર રમવામાં આવેલી એકમાત્ર ટેસ્ટ મેચ 16 જૂનથી 19 જૂન સુધી બ્રિસ્ટોલ કાઉન્ટી ગ્રાઉન્ડ પર રમાશે. આ સાથે ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમની ઉનાળાની સીઝન શરૂ થશે. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ દ્વારા મંગળવારે તારીખની જાહેરાત કરવામાં આવી હતી.
2014 પછી આ પહેલી વાર હશે, જ્યારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ કોઈ ટેસ્ટ મેચ રમશે. ઇંગ્લેન્ડે તેની છેલ્લી ટેસ્ટ મેચ 2019 એશિઝ દરમિયાન રમી હતી. એકમાત્ર ટેસ્ટ બાદ બંને ટીમો ત્રણ વનડે અને ત્યારબાદ બંને ટીમો વચ્ચે ત્રણ ટી -20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે. તાજેતરના કોવિડ -19 વિરામ બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકા સામેની ઘરેલુ શ્રેણી સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી હતી.
ટેસ્ટ:
16 – 19 જૂન, બ્રિસ્ટોલ કાઉન્ટી ગ્રાઉન્ડ, એકમાત્ર ટેસ્ટ મેચ
વનડે:
27 જૂન પ્રથમ વનડે – બ્રિસ્ટોલ કાઉન્ટી ગ્રાઉન્ડ
30 જૂન બીજી વનડે – ધ કૂપર એસોસિએટ્સ કાઉન્ટી ગ્રાઉન્ડ
03 જુલાઈ 3જી વનડે – ન્યૂ રોડ, વર્સેસ્ટર
ટી-20:
9 જુલાઈ પ્રથમ ટી-20, કાઉન્ટી ગ્રાઉન્ડ – નોર્થહેપ્ટન ખાતે
11 જુલાઈ 2જી ટી-20 – સેન્ટ્રલ કાઉન્ટી ગ્રાઉન્ડ, હોવ
15 જુલાઈ 3જી ટી-20 – ધ ક્લાઉડફ્ન કાઉન્ટી ગ્રાઉન્ડ, ચેલ્મ્સફોર્ડ

