LATEST

IPL ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડીએ 34 વર્ષની વયે નિવૃત્તિ જાહેર કરી

દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર ક્રિસ મોરિસે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે.

12 વર્ષની કારકિર્દીનો અંત આવ્યો. નિર્ણયની જાહેરાત કરતા 34 વર્ષીય મોરિસે એમ પણ કહ્યું કે તે દક્ષિણ આફ્રિકાની હોમ ટીમ ટાઇટન્સ સાથે કોચિંગની ભૂમિકા નિભાવશે.

મોરિસે તમામ ફોર્મેટમાં 69 આંતરરાષ્ટ્રીય રમતોમાં દક્ષિણ આફ્રિકાનું પ્રતિનિધિત્વ કર્યું. IPL 2021માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમનાર મોરિસે દક્ષિણ આફ્રિકા માટે ચાર ટેસ્ટ, 42 ODI અને 23 T20I રમી છે. તેણે છેલ્લે જુલાઈ 2019માં ઈંગ્લેન્ડમાં ODI વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

તમને જણાવી દઈએ કે ક્રિસ મોરિસ આઈપીએલ ૨૦૨૧નો સૌથી મોધો ખિલાડી પણ રહી ચુક્યો છે. તેને રાજસ્થાન રોયેલ્સે લીધો હતો પણ તેનું ફોર્મ આખી લીગમાં શરુ રહ્યું ન હતું. જોકે હવે જોવાનું રહેશે કે, શું તે આ વર્ષે યોજાવનારી આઈપીએલ ઓકસનનો ભાગ બનશે કે નહિ. 

Exit mobile version