
થોડા દિવસો બાદ ટી-20 વર્લ્ડ કપ યુએઈ અને ઓમાનમાં રમાવાનો છે…
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021નો બીજો તબક્કો સપ્ટેમ્બર-ઓક્ટોબર વચ્ચે સંયુક્ત આરબ અમીરાતમાં રમાવાનો છે અને આ દરમિયાન ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ મર્યાદિત ઓવર શ્રેણી માટે પાકિસ્તાનનો પ્રવાસ કરશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) ગુરુવારે આની જાહેરાત કરી હતી. 18 વર્ષમાં ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમનો આ પહેલો પાકિસ્તાન પ્રવાસ હશે. આ પ્રવાસમાં કિવિ ટીમ ત્રણ મેચની વન-ડે અને પાંચ મેચની ટી -20 સિરીઝ રમશે. ત્રણ વનડે આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગનો ભાગ હશે. ત્રણેય વન -ડે આંતરરાષ્ટ્રીય મેચ રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે, જ્યારે પાંચ ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ ગદ્દાફી સ્ટેડિયમમાં રમાશે.
The @BLACKCAPS will tour Pakistan for the first time in 18 years in September to play three ODIs and five T20Is
More details
https://t.co/1DCHBDhAzx
— ICC (@ICC) August 5, 2021
પાકિસ્તાનના ન્યૂઝીલેન્ડ પ્રવાસનું સંપૂર્ણ સમયપત્રક-
વનડે શ્રેણી:
પહેલી મેચ, 17 સપ્ટેમ્બર, પિંડી ક્રિકેટ સ્ટેડિયમ, રાવલપિંડી
બીજી મેચ, 19 સપ્ટેમ્બર, પિંડી ક્રિકેટ સ્ટેડિયમ, રાવલપિંડી
3 જી મેચ, 21 સપ્ટેમ્બર, પિંડી ક્રિકેટ સ્ટેડિયમ, રાવલપિંડી
ટી 20 શ્રેણી:
પહેલી મેચ, 25 સપ્ટેમ્બર, ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર
બીજી મેચ, 26 સપ્ટેમ્બર, ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર
ત્રીજી મેચ, 29 સપ્ટેમ્બર, ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર
ચોથી મેચ, 1 ઓક્ટોબર, ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર
પાંચમી મેચ, 3 ઓક્ટોબર, ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર
આ શ્રેણીના થોડા દિવસો બાદ ટી-20 વર્લ્ડ કપ યુએઈ અને ઓમાનમાં રમાવાનો છે. ટી-20 વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથી રમાવાનો છે, તેથી આ પાંચ મેચની ટી-20 સીરીઝ બંને ટીમો માટે ખૂબ મહત્વની રહેશે. આ પહેલા, ન્યૂઝીલેન્ડની ટીમ 1 થી 10 સપ્ટેમ્બર દરમિયાન બાંગ્લાદેશમાં પાંચ મેચની ટી-20 આંતરરાષ્ટ્રીય શ્રેણી પણ રમશે.


