
ટી-20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચેની ટક્કર પહેલા શ્રીલંકાના એક ક્રિકેટરે નિવૃત્તિની જાહેરાત કરી હતી. જો કે, આ ખેલાડી શ્રીલંકાની પુરૂષ ટીમનો ભાગ ન હતો, પરંતુ ત્યાંની મહિલા ટીમનો સભ્ય હતો. આ 37 વર્ષીય ખેલાડીનું નામ ઈશાની લોકસુરિયાગે છે, જેણે પોતાની 16 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત આણ્યો હતો. ઈશાનીએ શ્રીલંકાની મહિલા ટીમ માટે વર્ષ 2005માં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તે શ્રીલંકા માટે 89 વન-ડે અને 68 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂકી છે.
37 વર્ષીય શ્રીલંકાના ઓલરાઉન્ડરે સંન્યાસ લેતા સમયે કહ્યું કે, મેં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. પરંતુ હું મારી ક્લબ નેવી માટે રમવાનું ચાલુ રાખીશ. તેણે પોતાની ટીમ, ફેન્સ, સપોર્ટ સ્ટાફ, પરિવાર, મિત્રોનો આભાર માન્યો હતો. તેના ચાહકોને પણ અપીલ કરી અને મને સપોર્ટ કરતા રહેવા કહ્યું, કારણ કે હું હજુ પણ ક્લબ ક્રિકેટ રમી રહી છું “
