LATEST

તાલિબાને મહિલાઓને ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મૂક્યો, કહ્યું કે તેમાં શરીર દેખાઈ છે

આજે સમગ્ર વિશ્વ અફઘાનિસ્તાનની રાજકીય પરિસ્થિતિથી વાકેફ છે. પહેલા દેશ પર કબજો કર્યા બાદ હવે સરકારમાં આવ્યા બાદ તાલિબાનોએ અફઘાનિસ્તાન ક્રિકેટ પર હુમલો કર્યો છે. તાલિબાનોએ અફઘાન મહિલાઓને કોઈપણ પ્રકારની રમત રમવા પર સખત પ્રતિબંધ મૂક્યો છે. આ અંગે તાલિબાનોનું કહેવું છે કે જ્યારે તેઓ કોઈ પણ રમત રમશે ત્યારે તેમનું શરીર પ્રદર્શિત થશે. નવેમ્બર 2020ના રોજ, અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા 25 મહિલા ખેલાડીઓને વાર્ષિક કરાર આપવામાં આવ્યો હતો. આ સાથે, બોર્ડે કાબુલમાં 21 દિવસની તાલીમ શિબિર પણ યોજી હતી જેમાં 40 મહિલા ખેલાડીઓએ ભાગ લીધો હતો.

એસબીએસ ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં તાલિબાન કલ્ચરલ કમિશનના ડેપ્યુટી હેડ અહમદુલ્લાહ વાસિકે કહ્યું કે, મને નથી લાગતું કે મહિલાઓને ક્રિકેટ રમવાની મંજૂરી આપવામાં આવશે કારણ કે મહિલાઓ ક્રિકેટ રમે તે જરૂરી નથી. ક્રિકેટમાં તેને એવી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે કે જ્યાં તેનો ચહેરો અને શરીર ઢાંકઈ નહીં. ઇસ્લામ મહિલાઓને આ રીતે જોવા દેતો નથી. આ મીડિયાનો યુગ છે, અને ત્યાં ફોટા અને વીડિયો હશે અને પછી લોકો તેને જોશે. ઇસ્લામ અને ઇસ્લામિક અમીરાત મહિલાઓને ક્રિકેટ અથવા કોઇપણ પ્રકારની રમત રમવાની મંજૂરી નથી જ્યાં તેઓ ખુલ્લા હોય.

તાલિબાને એમ પણ કહ્યું કે ભલે ગમે તે થાય, તેઓ ઈસ્લામના સિદ્ધાંતો વિરુદ્ધ જઈ શકતા નથી. તેના આ નિર્ણયથી ઘણા સપના તૂટી ગયા છે. આ નિર્ણયને પગલે આગામી નવેમ્બરમાં અફઘાનિસ્તાનની પુરુષ ટીમનો ઓસ્ટ્રેલિયન પ્રવાસ પણ મુશ્કેલીમાં મુકાય તેમ જણાય છે. અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટેસ્ટ મેચની શ્રેણી રમવાની હતી.

Exit mobile version