ભારત આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે. દેશમાં ઉત્સવનો માહોલ છે. સોમવારે સ્વતંત્રતા દિવસ નિમિત્તે સોશિયલ મીડિયા પર વિવિધ ક્ષેત્રના લોકો દેશવાસીઓને શુભેચ્છા પાઠવી રહ્યા છે.
આઝાદીની વર્ષગાંઠ પર ભારતીય રમત જગતે પોતાનો જુસ્સો વ્યક્ત કર્યો હતો, તો વિદેશી ક્રિકેટરો પણ આ ઉજવણીમાં જોડાયા હતા. ડેવિડ વોર્નર સહિત ત્રણ વિદેશી ખેલાડીઓએ એક ખાસ સંદેશ શેર કર્યો, જે દર્શાવે છે કે ભારત માટે તેઓના દિલમાં ખાસ સ્થાન છે.
ડેવિડ વોર્નરે આ રીતે અભિનંદન પાઠવ્યા હતા:
ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે તિરંગાની તસવીર સાથે ટ્વિટર પર લખ્યું, ‘ભારતમાં અમારા પરિવાર અને મિત્રોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા.’ તમને જણાવી દઈએ કે વોર્નરને ભારત સાથે ખાસ લગાવ છે. તે ઘણીવાર ભારતીય ચાહકો માટે રસપ્રદ વીડિયો શેર કરે છે. વોર્નર લાંબા સમયથી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં રમી રહ્યો છે, જેના કારણે તેની ફેન ફોલોઈંગ મજબૂત છે.
To all our family and friends in India we wish you a Happy Independence Day. #india #love #secondhome #peace #independenceday https://t.co/5M1QgiJema
— David Warner (@davidwarner31) August 15, 2022
પીટરસને હિન્દીમાં ટ્વિટ કર્યું:
તે જ સમયે, ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને IPL કોમેન્ટ્રી પેનલનો ભાગ રહેલા કેવિન પીટરસને હિન્દીમાં ટ્વિટ કરીને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેણે લખ્યું, ‘ભારતના 75મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છા. ગર્વ બનો અને ઊંચા ઊભા રહો. તમે બધા માટે સારી આવતીકાલનું નિર્માણ કરી રહ્યા છો.’
75वें स्वतंत्रता दिवस की शुभकामनाएं, भारत। गर्व करो और लंबा खड़े रहो। आप सभी के लिए एक बेहतर कल का निर्माण कर रहे हैं! ❤️ 🇮🇳
— Kevin Pietersen🦏 (@KP24) August 15, 2022
ડેરેન સેમીનો ટ્વીટ:
વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન ડેરેન સેમીએ ટ્વીટ કર્યું, ‘હેપ્પી ઈન્ડિપેન્ડન્સ ડે ઈન્ડિયા, આ તે છે જ્યાં મેં મારી છેલ્લી ઈન્ટરનેશનલ મેચ રમી હતી.
Happy Independence Day India 🇮🇳. The place I played my last international match. #GreatMemories pic.twitter.com/28iRforVJq
— Daren Sammy (@darensammy88) August 14, 2022
