LATEST

ઓસ્ટ્રેલિયાનો આ દિગ્ગજ ખેલાડીએ તમામ ફોર્મેટમાંથી કરી સંન્યાસની જાહેરાત

ઓસ્ટ્રેલિયાના એક અનુભવી ખેલાડીએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. આ ખેલાડીએ 13 વર્ષથી સેવા આપી રહ્યો હતો. આ ખેલાડી બીજું કોઈ નહીં પણ ડેન ક્રિશ્ચિયન છે.

ઓસ્ટ્રેલિયાના સૌથી અનુભવી T20 ક્રિકેટરોમાંના એક, ડેન ક્રિશ્ચિયને જાહેરાત કરી છે કે તે ચાલી રહેલી બિગ બેશ લીગ (BBL) પછી ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે.

ઝડપી બોલિંગ ઓલરાઉન્ડરે શનિવારે ટ્વિટર પર તેની નિવૃત્તિની જાહેરાત કરતા કહ્યું, “ગઈકાલે (શુક્રવારે) પ્રેક્ટિસ દરમિયાન મેં મારા સિડની સિક્સર્સના સાથી ખેલાડીઓને કહ્યું કે હું BBLની આ સિઝન પછી નિવૃત્તિ લઈ રહ્યો છું. ક્રિશ્ચિયન મે મહિનામાં 40 વર્ષનો થશે. તેની 17 વર્ષની કારકિર્દી દરમિયાન, તેણે 18 ટીમોનું પ્રતિનિધિત્વ કર્યું અને 405 T20 મેચ રમી, 5809 રન બનાવ્યા અને 280 વિકેટ લીધી. ક્રિશ્ચિયન ઓસ્ટ્રેલિયા માટે 23 T20 અને 20 વન-ડે ઈન્ટરનેશનલ પણ રમ્યો છે.

Exit mobile version