વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ (WTC ફાઈનલ 2023)માં ભારતીય ટીમનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવી WTC ટાઇટલ જીત્યું. હવે ઓસ્ટ્રેલિયા આઈસીસીની તમામ ટ્રોફી ધરાવનારી પ્રથમ ટીમ બની ગઈ છે. ટીમ ઈન્ડિયાના પ્રદર્શનથી ચાહકો, પૂર્વ ક્રિકેટરો નારાજ છે. આ દરમિયાન હરભજન સિંહે એમએસ ધોનીને વર્લ્ડ કપ જીતવાનો શ્રેય આપનાર ફેનને જવાબ આપતા પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર એક ચાહકે લખ્યું – કોઈ કોચ નહોતા, કોઈ મેન્ટર નહોતા. મોટાભાગના સિનિયર ખેલાડીઓએ તેમાં ભાગ લેવાની ના પાડી દીધી હતી. આ પહેલા તેણે કેપ્ટનશિપ કરી ન હતી. આ વ્યક્તિએ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું અને કેપ્ટન બન્યાના 48 દિવસ બાદ T20 વર્લ્ડ કપ જીત્યો. તે અહીં એમએસ ધોની વિશે વાત કરી રહ્યો હતો.
હરભજન સિંહને એ વાત પસંદ ન પડી કે ફેન્સે વર્લ્ડ કપ જીતવાનો પૂરો શ્રેય માત્ર એમએસ ધોનીને આપ્યો. હરભજન સિંહે આ ટ્વીટનો જવાબ આપ્યો અને લખ્યું- હા, જ્યારે આ મેચો રમાઈ ત્યારે આ નાનો છોકરો માત્ર એકલો જ રમી રહ્યો હતો, બાકીના 10 ખેલાડીઓ રમી રહ્યા ન હતા. તેથી તેણે એકલા હાથે વર્લ્ડ કપ ટ્રોફી જીતી લીધી. જ્યારે ઓસ્ટ્રેલિયા કે અન્ય કોઈ દેશ વર્લ્ડ કપ જીતે છે ત્યારે લખવામાં આવે છે કે ઓસ્ટ્રેલિયા કે તે દેશ જીત્યો છે. પરંતુ હવે જ્યારે ભારત જીતે છે ત્યારે કેપ્ટન જીતે છે.
