ન્યૂઝીલેન્ડની બેટ્સમેન લોરેન ડાઉને ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ૩૦ વર્ષીય આ ખેલાડીએ ૨૦૧૮માં ન્યૂઝીલેન્ડ માટે ડેબ્યૂ કર્યું હતું.
‘મને વ્હાઇટ ફર્ન્સ ગ્રુપનો ભાગ બનવાનું ખૂબ ગમ્યું છે, અને મારા દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી તે બદલ હું ખૂબ જ આભારી છું. મને છોકરીઓ સાથે રહેવાની ખોટ લાગશે’, ડાઉને કહ્યું.
ન્યૂઝીલેન્ડ ક્રિકેટે ડાઉનને ટાંકીને કહ્યું, ‘મારી ક્રિકેટ કારકિર્દીનો મોટો ભાગ ઓકલેન્ડ સેટઅપમાં વિતાવ્યો છે, અને હું ઓકલેન્ડ ક્રિકેટ, મારા કોચ અને સાથી ખેલાડીઓનો મારા પ્રવાસમાં તેમની ભૂમિકા માટે પૂરતો આભાર માની શક્તિ નથી.’
ન્યૂઝીલેન્ડના મુખ્ય કોચ બેન સોયરે ડાઉનને તેમના યોગદાન બદલ આભાર માનતા કહ્યું, ‘લોરેન શાનદાર રહી છે. તેણીએ હંમેશા વ્હાઇટ ફર્ન્સ વાતાવરણમાં પોતાનું સર્વસ્વ આપ્યું છે. આ રમત પ્રત્યેના તેના સમર્પણ અને પ્રતિબદ્ધતાનો પુરાવો છે. હું વ્હાઇટ ફર્ન્સ અને ઓકલેન્ડ ક્રિકેટ બંનેમાં તેમના યોગદાન બદલ લોરેનનો આભાર માનું છું અને તેણી અને તેના પરિવારને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવું છું.’

