LATEST

ઓસ્ટ્રેલિયામાં આ શ્રીલંકન ક્રિકેટરની રેપના આરોપમાં થઈ ધરપકડ

શ્રીલંકન ક્રિકેટ ટીમના બેટ્સમેન દાનુષ્કા ગુનાથિલાકાની રેપ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ગુણતિલકાની રવિવારે સવારે સિડનીમાં ટીમની હોટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેના પર આરોપ છે કે તેણે આ સપ્તાહની શરૂઆતમાં સિડનીમાં 29 વર્ષીય મહિલાનું યૌન શોષણ કર્યું હતું. શ્રીલંકાની ટીમ ઓસ્ટ્રેલિયાથી ગુણાથિલાકા વગર પરત ફરી છે.

વેબસાઈટ ક્રિકઈન્ફો અનુસાર, ન્યૂ સાઉથ વેલ્સ પોલીસના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘મહિલા એક ઓનલાઈન ડેટિંગ એપ્લિકેશન દ્વારા ઘણા દિવસો સુધી ચેટિંગ કર્યા પછી તેમને મળી હતી. એવો આરોપ છે કે તેણે (શ્રીલંકાના ક્રિકેટર) બુધવાર, 2 નવેમ્બર, 2022ની સાંજે તેનું યૌન શોષણ કર્યું હતું. ગુણતિલાકા ત્રણ અઠવાડિયા પહેલા ઘાયલ થયા હતા અને તેમના સ્થાને આશીન બંદરાને લેવામાં આવ્યો હતો.

શ્રીલંકાની ટીમ ટી20 વર્લ્ડ કપ 2022માં તેની છેલ્લી મેચ ઈંગ્લેન્ડ સામે રમી હતી. આ મેચ શનિવારે રમાઈ હતી, જેમાં ઈંગ્લેન્ડનો 4 વિકેટે વિજય થયો હતો. સિડનીમાં રમાયેલી આ મેચમાં ગુણાતીલકા રમી રહ્યો ન હતો, પરંતુ તે ટીમ સાથે હતો.

Exit mobile version