LATEST

શેન વોર્નના જીવનની આ છેલ્લી ટ્વીટ હતી, બે મહાન ભૂતપૂર્વ ખેલાડીઓ ગુમાવ્યા

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર શેન વોર્નનું શુક્રવારે નિધન થયું છે. અચાનક આવેલા આ સમાચારથી રમતગમત જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતા શેન વોર્ને શુક્રવારે સવારે જ પોતાનું છેલ્લું ટ્વિટ કર્યું હતું.

આ એક વિચિત્ર સંયોગ છે કે શેન વોર્નનું છેલ્લું ટ્વિટ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટરને શ્રદ્ધાંજલિ આપવાનું હતું.

શેન વોર્ને શુક્રવારે સવારે તેની છેલ્લી ટ્વીટમાં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટ-કીપર બેટ્સમેન રોડ માર્શને શ્રદ્ધાંજલિ આપી હતી, જેનું પણ 4 માર્ચે અવસાન થયું હતું. વોર્ને પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, “એ જાણીને ખૂબ જ દુઃખ થયું કે રોડ માર્શ હવે નથી રહ્યા. તે અમારી રમતનો એક મહાન ખેલાડી હતો અને યુવાન છોકરાઓ અને છોકરીઓ માટે એક ઉદાહરણ હતો. રોડને ક્રિકેટ ખૂબ પસંદ હતી અને તે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડમાં રમ્યો હતો. તેથી ક્રિકેટ માટે ખૂબ. તેના પરિવારને ઘણો પ્રેમ. RIP”

ઓસ્ટ્રેલિયન ક્રિકેટે એક જ દિવસમાં બે મહાન ભૂતપૂર્વ ખેલાડીઓ ગુમાવ્યા. ક્રિકેટ જગત માટે આ એક મોટી ખોટ છે. શેન વોર્ન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1000 વિકેટ લેનાર બીજા ખેલાડી હતા. માત્ર શ્રીલંકાના મુથૈયા મુરલીધરન પાસે જ તેના કરતા વધુ વિકેટ છે.

Exit mobile version