ભારતીય ટીમ ભલે વેસ્ટ ઈન્ડિઝ સામેની પાંચ મેચની T20I શ્રેણીમાં 1-2થી પાછળ હોય, પરંતુ ટીમને તિલક વર્મામાં વધુ એક ઉભરતો સ્ટાર મળ્યો છે. તિલક વર્માએ પોતાની ડેબ્યૂ ટી20 ઈન્ટરનેશનલ મેચમાં પહેલા 22 બોલમાં 39 રનની ઈનિંગ રમી અને ઘણી હેડલાઈન્સ બનાવી. તે પછી, બીજી T20 માં 51 રન બનાવીને તેણે તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય ફિફ્ટી પણ બનાવી. ત્યારબાદ ત્રીજી T20માં તેણે પોતાની બેટિંગથી દિલ જીતી લીધા અને 49 રનની અણનમ ઇનિંગ રમી અને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી.
Crease pe savdhaan aur bat 🏏 ke saath satark 💪
No time wasted at the crease by young Tilak! 🤩#WIvIND #JioCinema #SabJawaabMilenge #TilakVarma #TeamIndia pic.twitter.com/rX9htYWNoS— JioCinema (@JioCinema) August 8, 2023
ભારત માટે પ્રથમ ત્રણ T20 ઇનિંગ્સમાં સૌથી વધુ રન
દીપક હુડ્ડા – 172 રન
સૂર્યકુમાર યાદવ – 139 રન
તિલક વર્મા – 139 રન
ગૌતમ ગંભીર – 109 રન

