LATEST

ટિમ પેનનો ચોંકાવનારો નિર્ણય, ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી અનિશ્ચિત સમય માટે બ્રેક લીધો

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન ટિમ પેને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી અનિશ્ચિત સમય માટે બ્રેક લીધો છે. પેનનો આ બીજો ચોંકાવનારો નિર્ણય છે, જેણે સેક્સટિંગ કૌભાંડ સામે આવ્યા બાદ કેપ્ટનશીપ છોડી દીધી હતી.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પેટ કમિન્સને નવા ટેસ્ટ કેપ્ટન તરીકે પસંદ કર્યો છે, જ્યારે સ્ટીવ સ્મિથ ટીમના વાઇસ કેપ્ટન હશે. એશિઝ શ્રેણી શરૂ થવામાં માત્ર 12 દિવસ બાકી છે ત્યારે પેનનો નિર્ણય ચોંકાવનારો છે. એવું માનવામાં આવતું હતું કે કેપ્ટનશિપ છોડી ચૂકેલા ટિમ પેન વિકેટ કીપર બેટ્સમેન તરીકે ટીમ સાથે જોડાશે.

જોકે, પેનના મેનેજર જેમ્સ હેન્ડરસને કહ્યું કે તે પેન અને તેની પત્ની બોની વિશે ચિંતિત છે. ગયા અઠવાડિયે પેનનું સેક્સટિંગ સ્કેન્ડલ આખી દુનિયાની સામે આવ્યું હતું. હેન્ડરસને ટ્વિટર પર લખ્યું, ‘માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને, ટિમ પેને તમામ પ્રકારના ક્રિકેટમાંથી અનિશ્ચિત સમય માટે બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. અમે તેના અને બોની માટે ખૂબ જ ચિંતિત છીએ. અમે આ વિશે વધુ કંઈ કહીશું નહીં. પેને ગયા અઠવાડિયે કૌભાંડ પહેલા કહ્યું હતું કે તે ટીમની સફળ એશિઝ શ્રેણી બાદ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે.

 

Exit mobile version