LATEST

દુખદ સમાચાર: અફઘાનિસ્તાનના ક્રિકેટર નજીબ તારકાઇનું થયું મોત

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે નજીબ તારકાઇના નિધન પર શોક વ્યક્ત કર્યો છે…

 

ક્રિકેટ જગત માટે આ ખૂબ જ દુખદ સમાચાર છે. અફઘાનિસ્તાનના 29 વર્ષીય ઓપનર નજીબુલ્લાહ તારકાઇનું મંગળવારે અવસાન થયું છે. નજીબ 2 ઓક્ટોબરે માર્ગ અકસ્માતમાં ખૂબ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ અકસ્માતમાં ઇજા થતાં તે કોમામાં ગયો હતો. આ અકસ્માત દરમિયાન તેને માથામાં ઈજા પહોંચી હતી. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે નજીબ તારકાઇના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

બોર્ડે ટ્વિટર પર લખ્યું છે કે, ‘એસીબી અને ક્રિકેટ-પ્રેમાળ દેશ અફઘાનિસ્તાનનો આક્રમક ઓપનિંગ બેટ્સમેન અને ખૂબ જ સારો માણસ નજીબ તારકાય (29) હારી ગયો છે. દુ: ખદ માર્ગ અકસ્માતમાં તેનું મોત નીપજ્યું હતું. આપણે બધા ચોંકી ગયા! અલ્લાહ તેને આશીર્વાદ આપે.”

તમને જણાવી દઇએ કે આ ઘટના ત્યારે બની હતી જ્યારે નજીબ અફઘાનિસ્તાનના પૂર્વી નાંગરંગામાં કરિયાણાની દુકાનમાંથી રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે ત્યાંથી પસાર થતી કારે તેમને ટક્કર મારી હતી, ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અબ્દુલહહિમઝાઇએ જણાવ્યું હતું કે નજીબ શુક્રવારે માર્ગ અકસ્માતમાં ઘાયલ થયા હતા અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવો પડ્યો હતો.

નજીબ તારકાઇએ 2014 એશિયા કપમાં બાંગ્લાદેશ સામેની ટી -20 મેચમાં અફઘાનિસ્તાન તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેણે દેશ માટે 12 ટી -20 અને એક વનડે રમ્યો હતો. ગ્રેટર નોઈડા ખાતે આયર્લેન્ડ સામે નજીબે ટી -20 માં 90 રન બનાવ્યા હતા અને આ તેનો શ્રેષ્ઠ સ્કોર હતો. તેણે એકમાત્ર વનડેમાં પાંચ રન બનાવ્યા હતા.

Exit mobile version