મુંબઈના ઓલરાઉન્ડર તનુષ કોટિયન અને તુષાર દેશપાંડેએ બરોડા સામેની રણજી ટ્રોફી ક્વાર્ટર ફાઈનલ દરમિયાન ઈતિહાસ રચ્યો હતો. નંબર 10 અને 11 પર રમતા, બંનેએ એક જ ઇનિંગમાં સદી ફટકારી અને આ સાથે આ જોડી આ સિદ્ધિ હાંસલ કરનાર ફર્સ્ટ-ક્લાસ ઇતિહાસમાં માત્ર બીજી નંબર 10 અને નંબર 11 જોડી બની.
નવ વિકેટે 337 રનના તેમના ઓવરનાઈટ સ્કોરથી આગળ રમતા મુંબઈની ટીમ પાંચમા દિવસે લંચ પહેલા 569 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. કોટિયન અને દેશપાંડેએ છેલ્લી વિકેટ માટે 232 રનની રેકોર્ડબ્રેક ભાગીદારી કરીને બરોડાને માત્ર મેચમાંથી જ દૂર કર્યું એટલું જ નહીં પરંતુ ઘણા રેકોર્ડ પણ બનાવ્યા. કોટિયને સૌપ્રથમ નવ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 115 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ સાથે જ દેશપાંડેએ 112 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તેની ઇનિંગમાં આઠ ચોગ્ગા અને છ છગ્ગાનો સમાવેશ થાય છે.
બંને બેટ્સમેનોએ 10 અને 11 નંબર પર બેટિંગ કરતી વખતે તેમની પ્રથમ ફર્સ્ટ-ક્લાસ સદી ફટકારી, આમ ચંદુ સરવટે અને શુટે બેનર્જી પછી તે જ ઇનિંગ્સમાં નંબર 10 અને 11 નંબર તરીકે ફર્સ્ટ-ક્લાસ સદી નોંધાવનારી બીજી જોડી બની. સરવટે અને બેનર્જીએ 1946માં ઓવલ ખાતે સરે વિરુદ્ધ ભારતીય મેચમાં આ સિદ્ધિ મેળવી હતી.
આ ઉપરાંત, કોટિયન અને દેશપાંડે વચ્ચેની ભાગીદારી આવી ત્રીજી ભાગીદારી છે જ્યારે કોઈ ભારતીય જોડીએ છેલ્લી વિકેટ માટે 200થી વધુની ભાગીદારી કરી હોય. દેશપાંડે 11માં નંબર પર બેટિંગ કરીને ફર્સ્ટ ક્લાસ સદી ફટકારનાર ત્રીજા ભારતીય બેટ્સમેન પણ બન્યા. આ સાથે દેશપાંડેએ ભારતીય નંબર 11 બેટ્સમેન દ્વારા સૌથી વધુ ફર્સ્ટ ક્લાસ સ્કોરનો રેકોર્ડ પણ નોંધાવ્યો હતો. દેશપાંડેએ 123 રનની ઇનિંગ રમીને બેનર્જીના 121 રન પાછળ છોડી દીધા હતા.
આ બંને વચ્ચે 232 રનની ભાગીદારી રણજી ટ્રોફીના રેકોર્ડથી એક રનની પાછળ પડી હતી. જ્યાં સરવટે અને બેનર્જીએ 249 રનની ભાગીદારીનો એકંદર ભારતીય રેકોર્ડ ધરાવે છે. તે જ સમયે, રણજી ટ્રોફીનો રેકોર્ડ અજય શર્મા અને મનિન્દર સિંહના નામે નોંધાયેલો છે. શર્મા અને સિંઘે 1991-92ની રણજી સેમિફાઇનલમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બોમ્બે સામે 233 રનની ભાગીદારી સાથે આ સિદ્ધિ હાંસલ કરી હતી.
Mumbai's No 10 Tanush Kotian (right) and No 11 Tushar Deshpande after both hit centuries -the first time it has happened in Ranji 🏆 They shared a 232-run stand for the 10th wicket vs Baroda on 5th and final day, missing out on the Ranji record by 2 runs #RanjiTrophy pic.twitter.com/Kze1wU8omu
— Gaurav Gupta (@toi_gauravG) February 27, 2024