LATEST

અંડર-19 એશિયા કપનું શિડ્યુલ જાહેર, જાણો ક્યારે થશે ભારતીય ટીમની મેચો

pic- outlook india

અંડર-19 મેન્સ એશિયા કપનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે અંડર-19 વર્લ્ડ કપનું આયોજન દુબઈમાં થશે. પ્રથમ મેચ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. આ દરમિયાન પાકિસ્તાનની ટીમ પણ એક્શનમાં જોવા મળશે.

ટુર્નામેન્ટમાં આઠ ટીમો ભાગ લેશે અને આ આઠ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. બંને ગ્રુપમાં ચાર-ચાર ટીમો હશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતને નેપાળ, અફઘાનિસ્તાન અને કટ્ટર હરીફ પાકિસ્તાનની સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે. ગ્રુપ બીમાં શ્રીલંકા, બાંગ્લાદેશ, જાપાન અને યુએઈની ટીમો ભાગ લેશે. નેપાળ, UAE અને જાપાને પોતાના ટોપ-3 રેન્કિંગને કારણે સ્પર્ધામાં સ્થાન મેળવ્યું છે. આ ટીમો નિયમિત સભ્યો નથી.

અંડર-19 મેન્સ એશિયા કપ 8 ડિસેમ્બર 2023થી શરૂ થશે. પ્રથમ મેચ નેપાળ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. ટુર્નામેન્ટમાં કુલ 15 મેચો રમાશે અને આ મેચો દુબઈમાં ત્રણ અલગ-અલગ સ્થળોએ આયોજિત કરવામાં આવશે. આઈસીસી એકેડમી ઓવલ-1, આઈસીસી એકેડમી ઓવલ-2 અને દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે મેચો યોજાશે.

આ પહેલા અંડર-19 વર્લ્ડ કપ 2024નું શેડ્યૂલ પણ જાહેર કરવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટ આવતા વર્ષે 13 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી શ્રીલંકામાં રમાશે. ICC અંડર-19 મેન્સ વર્લ્ડ કપની આ 15મી આવૃત્તિ હશે, જેમાં વિશ્વભરની 16 ટીમો ભાગ લેશે. શ્રીલંકાને તેના ઈતિહાસમાં ત્રીજી વખત આ ટુર્નામેન્ટની યજમાની કરવાની તક મળી રહી છે. શ્રીલંકાએ 2006માં પ્રથમ વખત અંડર-19 મેન્સ વર્લ્ડ કપની યજમાની કરી હતી.

આ વખતે અંડર-19 વર્લ્ડ કપની પ્રથમ મેચ યજમાન શ્રીલંકા અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાશે. તે જ સમયે, છેલ્લી વખત અંડર-19 વર્લ્ડ કપ 2022 જીતનાર ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતની પ્રથમ મેચ 14 જાન્યુઆરીએ બાંગ્લાદેશ સામે થશે.

Exit mobile version