LATEST

અન્ડર-19 વર્લ્ડ કપ વિજેતા ખેલાડી સ્મિત પટેલે આ કારણે 28 વર્ષની વયે નિવૃત્ત લીધી

ઓગસ્ટમાં યોજાનારી સીપીએલમાં જેસન બાર્બાડોસ ટ્રાઇડન્ટ્સ તરફથી રમતા જોવા મળશે…

 

ભારતની અંડર -19 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય એવા 28 વર્ષીય સ્મિત પટેલે બીસીસીઆઈમાંથી બહાર નીકળીને અમેરિકાથી તેની ક્રિકેટ કારકિર્દી શરૂ કરવા માટે તમામ પ્રકારના ક્રિકેટમાંથી સત્તાવાર રીતે નિવૃત્તિ લીધી છે. આમ કરીને તે હવે ભારતની બહાર ફ્રેન્ચાઇઝી ટૂર્નામેન્ટમાં રમવા માટે પાત્ર બનશે.

જાણીતા વેબ પોર્ટલ પરથી આ સમગ્ર મામલા વિશે વાત કરતાં સ્મિત પટેલે કહ્યું કે, ‘આ એક અલગ મુસાફરી રહી છે. અંડર -19 વર્લ્ડ કપની ઊચાઈથી શરૂ થઈ, ત્યારબાદ ટીમ ઇન્ડિયામાં વિકેટકીપર તરીકે સ્થાન ન મળવાની નિરાશા અને ત્યારબાદ તકો માટે ભારતની અંદર ચાર ટીમો [ગુજરાત, ત્રિપુરા, ગોવા અને બરોડા] માટે રમવું.

પટેલે વધુમાં કહ્યું કે, ‘અહીં સખત સ્પર્ધા છે, તેથી મને કોઈ ફરિયાદ નથી. મને ભારત તરફથી વૈશ્વિક સ્તરે રમવાનો આશીર્વાદ મળ્યો છે. બહુ ઓછા લોકોને આવી તક મળે છે. તેથી હું સુખદ યાદો સાથે આગળ વધું છું. બીસીસીઆઈ સાથેની મારી તમામ કાગળકામ પૂર્ણ થઈ ગઈ છે. મેં મારો નિવૃત્તિ પત્ર મોકલ્યો છે. મારી ક્રિકેટ કારકિર્દીનો ભારત પ્રકરણ પુરૂ થઈ ગયું છે.

તે જાણીતું છે કે સ્મિત પટેલ અમેરિકાના ગ્રીન-કાર્ડ ધારક છે. જેનો અર્થ છે કે તે ત્યાં રહી શકે છે અને કાયમી ધોરણે કામ કરી શકે છે. 2010થી તેણે યુ.એસ. માં ઘણો સમય પસાર કર્યો છે. સ્મિતા પટેલ આ ઓગસ્ટમાં યોજાનારી સીપીએલમાં જેસન બાર્બાડોસ ટ્રાઇડન્ટ્સ તરફથી રમતા જોવા મળશે. સ્મિતા પટેલ જેસન હોલ્ડરની અધ્યક્ષતામાં બાર્બાડોસ ટ્રાઇડન્ટ્સ ટીમમાં ભાગ લેશે.

Exit mobile version