2008માં ટુર્નામેન્ટની શરૂઆત થઈ ત્યારથી, ટીમ એક પણ વાર ખિતાબ જીતી શકી નથી…
જમૈકાના દોડવીર ઉસૈન બોલ્ટે આઈપીએલ 2021ની શરૂઆત પહેલા વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમને પોતાનો ટેકો બતાવ્યો છે. આઠ વખતના ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનારા બોલ્ટે આરબીસી ટીમની નવી જર્સી પહેરીને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. આ સાથે તેણે વિરાટની ટીમ માટે ખાસ સંદેશ પણ લખ્યો હતો. ખુદ આરસીબીના કેપ્ટન વિરાટ અને ટીમના મુખ્ય સભ્ય એબી ડી વિલિયર્સે તેમની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે.
Challengers, just letting you know, I’m still the fastest cat around. @imVkohli @ABdeVilliers17 @pumacricket @RCBTweets pic.twitter.com/cIz3dmW3uI
— Usain St. Leo Bolt (@usainbolt) April 7, 2021
બોલ્ટે આ ફોટો ટ્વિટર પર શેર કર્યો છે અને તેના કેપ્શનમાં લખ્યું છે કે, ‘ચેલેન્જર્સ, હું તમને કહેવા માંગુ છું કે હું અત્યારે સૌથી ઝડપી બિલાડી છું.’ બોલ્ટે આ ફોટોને વિરાટ કોહલી, એબી ડી વિલિયર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમને પણ ટેગ કર્યો હતો. તેના જવાબમાં એબીએ લખ્યું કે, ‘જ્યારે અમને વધારે રનની જરૂર પડે ત્યારે આપણે કોણે બોલાવો તે જાણીએ છે.’
We know whom to call when we need a few extra runs!
@usainbolt @pumacricket — AB de Villiers (@ABdeVilliers17) April 7, 2021
No doubt and that’s why we’ve got you on our team now
@usainbolt @pumacricket https://t.co/1k3ZkTozR5 — Virat Kohli (@imVkohli) April 7, 2021
વિરાટ કોહલીની આગેવાનીવાળી આરસીબી શુક્રવારે આ સિઝનની પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ સામે પોતાનું અભિયાન શરૂ કરશે. 2008 માં ટુર્નામેન્ટની શરૂઆત થઈ ત્યારથી, ટીમ એક પણ વાર ખિતાબ જીતી શકી નથી.

