LATEST

વિરાટ કોહલી-અનુષ્કા શર્માએ બાળકનો જીવ બચાવ્યો, 16 કરોડ રૂપિયા આપ્યા

અમે ક્યારેય વિચાર્યું ન હતું કે આ મુશ્કેલ મુસાફરીનો આટલો સુંદર અંત આવશે..

 

 

ભારતીય ક્રિકેટના કેપ્ટન વિરાટ કોહલી, સચિન તેંડુલકર અને બીજા ઘણા ખેલાડીઓ કોરોના સામેની લડાઇમાં દેખાયા છે. તમામ કોરોના રાહત કાર્ય માટે ભંડોળ એકઠું કરીને જરૂરીયાતમંદોને મદદ કરી રહ્યા છે. વિરાટે પત્ની અનુષ્કા સાથે મળીને તાજેતરમાં ભંડોળ ઊભું કરવા અભિયાન દ્વારા 11 કરોડની રકમ એકત્ર કરી હતી.

આ ભંડોળ એસીટી ગ્રાન્ટ્સ નામની સંસ્થાને આપવામાં આવ્યા હતા, જે ઓક્સિજન અને અન્ય તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં કામ કરી રહી છે. હવે આ વાત પ્રકાશમાં આવી રહી છે કે, આ દંપતીએ 16 કરોડ રૂપિયા ભેગા કરીને બાળકનું જીવન બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

અયંશ ગુપ્તા નામના બાળકને એસએમએ નામનો રોગ હતો. અયંશની સારવાર માટે એક ખૂબ જ મોંઘી દવાની જરૂર હતી, જેની કિંમત લગભગ 16 કરોડ છે.

તેણે ટ્વીટ કર્યું કે, ‘અમે ક્યારેય વિચાર્યું ન હતું કે આ મુશ્કેલ મુસાફરીનો આટલો સુંદર અંત આવશે. એમ કહીને ખૂબ આનંદ થાય છે કે અમને અયંશની દવા માટે 16 કરોડ રૂપિયાની જરૂર હતી અને અમને આ રકમ મળી છે.

Exit mobile version