વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના 14 વર્ષ પૂર્ણ કર્યા છે. આ 14 વર્ષોમાં ટીમ ઈન્ડિયાના આ પૂર્વ કેપ્ટને ભારતીય ક્રિકેટને એક અલગ જ પરિમાણ તો આપ્યું જ, સાથે જ આ વર્ષોમાં પોતાની બેટિંગ દ્વારા ભારતીય ક્રિકેટને એક અલગ જ ઓળખ આપી.
વિરાટ કોહલીએ 19 વર્ષની ઉંમરે 18 ઓગસ્ટ 2008ના રોજ શ્રીલંકા સામે ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.
હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 14 વર્ષ પૂરા કર્યા બાદ વિરાટ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં વિરાટ કોહલીએ 2011 ODI વર્લ્ડ કપની જીત તેમજ 2013ની ચેમ્પિયન્સ ટ્રોફીની જીત સહિત તેની ક્રિકેટ કારકિર્દીની સૌથી મહત્વપૂર્ણ ક્ષણો બતાવી છે.

