LATEST

ભારતની જીત પર વિરાટ કોહલીએ લંદનથી આપી આ પ્રતિક્રિયા

Pic- Twitter

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી હાલમાં જ બીજી વખત પિતા બન્યો છે. વિરાટ કોહલીએ થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે અનુષ્કા શર્માએ 15 ફેબ્રુઆરીએ પુત્રને જન્મ આપ્યો છે.

વિરાટ અને અનુષ્કાએ તેમના પુત્રનું નામ આકે રાખ્યું છે. વિરાટ કોહલી છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયાથી દૂર જોવા મળી રહ્યો છે. પુત્રના જન્મ બાદ વિરાટ ફરીથી સોશિયલ મીડિયા પર પાછો ફર્યો છે. ભારતે ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે અને આ માટે વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા છે. વિરાટ કોહલી આખી શ્રેણીમાંથી બહાર છે અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સાથે ક્રિકેટના મેદાનમાં પરત ફરતો જોવા મળશે.

ભારતે રાંચીના JSCA સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામે પાંચ વિકેટે જીત મેળવી અને આ પછી વિરાટ કોહલીએ ટ્વિટર પર લખ્યું (હવે X), ‘હા!!! અમારી યુવા ટીમ માટે શાનદાર શ્રેણી જીત.

વિરાટે હંમેશા ટેસ્ટ ક્રિકેટને પ્રાથમિકતા આપી છે અને આ પહેલા જ્યારે તેની પુત્રી વામિકાનો જન્મ થવાનો હતો ત્યારે તેણે ટેસ્ટ ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો. તે સમયે વિરાટ કોહલી ટેસ્ટ ટીમનો કેપ્ટન હતો અને ઓસ્ટ્રેલિયા પ્રવાસ અધવચ્ચે જ છોડીને સ્વદેશ પરત ફર્યો હતો.

Exit mobile version