શ્રીલંકન ટીમના ભૂતપૂર્વ સુકાની અને તેના સમયના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક મહેલા જયવર્દનેએ કહ્યું કે તે અત્યાર સુધી જેટલા પણ ઝડપી બોલરો રમ્યો છે તેમાં સૌથી અઘરો ફાસ્ટ બોલર પાકિસ્તાનનો વસીમ અકરમ રહ્યો છે. તમને જણાવી દઈએ કે, અકરમના નામે ટેસ્ટ અને ODI ફોર્મેટના નામે કુલ 916 આંતરરાષ્ટ્રીય વિકેટ છે. અકરમની ગણના વિશ્વ ક્રિકેટના સૌથી પ્રસિદ્ધ ડાબોડી સ્વિંગ બોલરોમાં થાય છે.
વસીમે 104 ટેસ્ટ મેચોમાં 23.62ની એવરેજથી 414 ટેસ્ટ વિકેટ લીધી હતી અને 356 વનડેમાં 23.52ની એવરેજથી 502 વિકેટ લીધી હતી. તે ODI ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો પરંતુ તેના પછી શ્રીલંકાના દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરનનો રેકોર્ડ તોડીને ટોચનું સ્થાન મેળવ્યું હતું.
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના ડિજિટલ શો – ધ ICC રિવ્યૂમાં જયવર્દનેએ કહ્યું કે તે અત્યાર સુધી જેટલા પણ બોલરો રમ્યો છે તેમાંથી વસીમ અકરમ સૌથી અઘરો બોલર રહ્યો છે. તેણે વધુમાં કહ્યું કે સમય ગમે તે હોય, તે પોતાની શ્રેષ્ઠ બોલિંગ કરતો હતો.
તેણે વધુમાં કહ્યું કે જ્યારે મેં મારું ડેબ્યુ કર્યું ત્યારે વસીમ અકરમ તેની ટોચ પર હતો. ફોર્મેટ ગમે તે હોય, તેણે હંમેશા નવા બોલથી બેટ્સમેનો માટે મુશ્કેલી ઊભી કરી. તેના ઝડપી હાથની ક્રિયાને લીધે, તે તમને દિવસના કોઈપણ સમયે છટકાવી શકે છે.
મહેલા જયવર્દનેના મતે, અકરમની બોલિંગથી બધાને ડર હતો અને જો તે પોતાની ક્ષમતાથી બોલિંગ કરવાનું શરૂ કરે, તો પિચ ગમે તે હોય, તે તેની બોલિંગથી તમને ડોજ કરવાની ક્ષમતા ધરાવે છે.
View this post on Instagram