LATEST

રોહિત શર્મા અને વિરાટ કોહલીએ પહેલીવાર એક જ કારમાં કરી સફર, જુઓ

pic- latestly

ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ 2023માં શાનદાર ફોર્મમાં છે. ટીમ ઈન્ડિયાએ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી રમાયેલી તેની તમામ 5 મેચ જીતી છે.

રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમના પ્રદર્શનની સમગ્ર ક્રિકેટ જગતમાં ચર્ચા થઈ રહી છે. આ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા ફેવરિટ માનવામાં આવે છે અને ટીમે પણ આવું જ પ્રદર્શન કર્યું છે.

ભારતીય ટીમનો આગામી મુકાબલો રવિવારે 29 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ સાથે થશે. આ દરમિયાન ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનો એક ફની વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમે તેની આગામી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ સામે રમવાની છે. આ મેચ 29 ઓક્ટોબર 2023ના રોજ લખનઉના ભારત રત્ન શ્રી અરુણ વિહારી બાજપેયી એકાના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. આ પહેલા ટીમના કેપ્ટન રોહિત શર્મા અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને એક જ કારમાં બેઠા છે. કારમાં સવાર બંને ખેલાડીઓનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Exit mobile version