વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર શેનન ગેબ્રિયલએ નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે.
શેનન ગેબ્રિયલ પોતાની છેલ્લી ટેસ્ટ મેચ ભારત સામે જુલાઈ 2023માં રમી હતી. ત્યારથી તે વેસ્ટ ઈન્ડિઝની ટીમમાંથી બહાર હતો. હવે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે.
શેનોન ગેબ્રિયલએ તેની નિવૃત્તિની જાહેરાત કરતા એક નિવેદન બહાર પાડ્યું. તેણે પોતાના નિવેદનમાં કહ્યું કે, છેલ્લા 12 વર્ષથી મેં વેસ્ટ ઈન્ડિઝ માટે ઈન્ટરનેશનલ ક્રિકેટ રમવા માટે મારી જાતને સમર્પિત કરી છે. આટલા મોટા સ્તરે આ સુંદર રમત રમવાનો મને ઘણો આનંદ મળ્યો. જો કે, કહેવત મુજબ, દરેક સારી વસ્તુનો અંત આવવો જોઈએ. તેવી જ રીતે આજે હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી રહ્યો છું.
શેનોન ગેબ્રિયલ તેના નિવેદનમાં ભગવાનનો આભાર માણ્યો છે. આ સિવાય ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝના પ્રશાસકો, કોચ અને સ્ટાફ મેમ્બરનો આભાર વ્યક્ત કર્યો હતો. ગેબ્રિયેલે કોચ અને સ્ટાફના સભ્યોની વર્ષોથી મદદ કરવા બદલ પ્રશંસા કરી. તેણે વધુમાં કહ્યું કે તમે જેટલી મહેનત કરી છે અને તમને જે પ્રકારનું સમર્થન મળ્યું છે તે શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. છેલ્લે, હું મારા સાથી ખેલાડીઓનો આભાર માનું છું કે જેમણે મને દરેક સમયે ટેકો આપ્યો. તમે મારી આ સફર ખરેખર ખૂબ જ ખાસ બનાવી છે.
શેનોન ગેબ્રિયલના કરિયરની વાત કરીએ તો તેણે વેસ્ટ ઈન્ડિઝ માટે 59 ટેસ્ટ મેચ, 25 વનડે અને 2 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી. તેણે 2012માં ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સમાં ડેબ્યૂ કર્યું હતું.
Shannon Gabriel announces international retirement after 12 years for West Indies 🌴
READ MORE: https://t.co/X92D9WEc3r pic.twitter.com/nE9TDnTwp3
— ESPNcricinfo (@ESPNcricinfo) August 28, 2024