LATEST

ODI અને T20 સિરીઝ માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમની જાહેરાત, હેટમાયર બહાર

Pic- caribbean life

ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર રમાનારી ODI અને T20 બંને શ્રેણી માટે ટીમની જાહેરાત કરી છે. ટીમના મહત્વના ખેલાડી શિમરોન હેટમાયરને આ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી.

હેટમાયર ગયા વર્ષે ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીની પ્રથમ ત્રણ મેચમાં અને ત્યારબાદ ટી20 શ્રેણીની બે મેચમાં ટીમનો ભાગ હતો. જેસન હોલ્ડર અને કાયલ મેયર્સ, જેઓ ટેસ્ટ શ્રેણીમાં પસંદગી માટે અનુપલબ્ધ હતા, તેમને T20 શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

જ્યારે શાઈ હોપ ODI શ્રેણી માટે જાહેર કરાયેલી વેસ્ટ ઈન્ડિઝ ટીમની કેપ્ટનશીપ સંભાળતા જોવા મળશે, ટીમમાં બે નવા ખેલાડીઓ ટોપ ઓર્ડર બેટ્સમેન ટેડી બિશપ અને વિકેટકીપર બેટ્સમેન ટેવિન ઈમલાચ છે.

હેટમાયરને ટીમમાંથી બાકાત રાખવાનું મુખ્ય કારણ તેનું ખરાબ ફોર્મ હતું જેમાં તે ઈંગ્લેન્ડ સામેની ત્રણ વનડે મેચમાં માત્ર 32, 0 અને 12 રન જ બનાવી શક્યો હતો, જ્યારે આ સિવાય તે બે T20માં માત્ર 1 અને 2 રન જ બનાવી શક્યો હતો.

વનડે શ્રેણી માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમ:

શાઈ હોપ (કેપ્ટન), અલઝારી જોસેફ, અલીક અથાનાજ, ટેડી બિશપ, કેસી કાર્ટી, રોસ્ટન ચેઝ, મેથ્યુ ફોર્ડે, જસ્ટિન ગ્રેવ્સ, કેવેમ હોજ, ટેવિન ઈમલાચ, ગુડાકેશ મોતી, કેજોર્ન ઓટલી, રોમારિયો શેફર્ડ, ઓસેન થોમસ, હેડન વોલ્શર.

T20 શ્રેણી માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમ:

રોવમેન પોવેલ (કેપ્ટન), શાઈ હોપ, જોન્સન ચાર્લ્સ, રોસ્ટન ચેઝ, જેસન હોલ્ડર, અકીલ હુસૈન, અલઝારી જોસેફ, બ્રાન્ડોન કિંગ, કાયલ મેયર્સ, ગુડાકેશ મોતી, નિકોલસ પૂરન, આન્દ્રે રસેલ, શેરફેન રધરફોર્ડ, રોમારિયો શેફર્ડ, ઓશાન થોમસ.

Exit mobile version